ગુજરાત ટાઈટન્સના ઓપનર સાઈ સુદર્શન આ સિઝનમાં એક અલગ જ ફોર્મમાં છે. 24 વર્ષના ખેલાડીએ 50 IPL મેચ પછી સૌથી વધુ રન બનાવવાનો ક્રિસ ગેઈલનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ખરેખર IPL 2026 એક મહત્વપૂર્ણ તબક્કે પહોંચી ગયું છે, જેમાં બધી 10 ટીમો પ્લેઓફ સ્થાન માટે સંઘર્ષ કરી રહી છે.
આ દરમિયાન પંજાબ કિંગ્સની બીજી હાર શનિવાર 3 મેના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત સામે થઈ હતી. ગુજરાત ટાઈટન્સે IPL 2026માં પંજાબ કિંગ્સને 4 વિકેટથી હરાવ્યું.
સાઈ સુદર્શને ગેઈલનો તોડ્યો રેકોર્ડ
સાઈ સુદર્શનના 41 બોલમાં શાનદાર 57 રન અને વોશિંગ્ટન સુંદરના અણનમ 40 રનની મદદથી ગુજરાતે સતત છઠ્ઠી જીત નોંધાવી. વધુમાં સાઈ સુદર્શને આ રન-ચેઝ દરમિયાન ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું.
24 વર્ષના આ બેટ્સમેને 50 આઈપીએલ મેચ પછી ક્રિસ ગેઈલનો સૌથી વધુ રનનો રેકોર્ડ તોડ્યો. 50 આઈપીએલ મેચોમાં તેમનો કુલ સ્કોર 2,178 રન પર પહોંચ્યો, જે ગેઈલના 13 વર્ષ પહેલાના 2,061 રનના રેકોર્ડને તોડી નાખ્યો. લિસ્ટમાં ત્રીજા નંબરે મિચેલ માર્શ છે, જેને પોતાની પહેલી 50 આઈપીએલ ઈનિંગમાં 1,933 રન બનાવ્યા છે.
ગુજરાતે જીતી મેચ
મેચની વાત કરીએ તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોલરોએ ઘરઆંગણાની ટીમ માટે સરળ વિજયનો પાયો નાખ્યો. GT એ ટોસ જીતીને PBKS ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. શરૂઆતની વિકેટ ગુમાવ્યા બાદ પંજાબે 20 ઓવરમાં 163/9 સુધી પહોંચી ગયું. જવાબમાં ગુજરાત ટાઈટન્સે સાઈ સુદર્શનના 41 બોલમાં 57 રન અને વોશિંગ્ટન સુંદરના અણનમ 40 રનની મદદથી એક બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કરી લીધું.
આ પણ વાંચો: BCCIએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે અલગ અલગ ટીમની કરી જાહેરાત, મે થી જુલાઈ દરમિયાન રમાશે મેચ