IPL 2026ના આ રોમાંચક જંગમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની ટક્કરમાં માત્ર બેટ્સમેનો જ નહીં, પરંતુ એક 'છુપો રસ્તમ' બોલર પણ ચર્ચાના કેન્દ્રમાં છે. તેનું નામ છે સંદીપ શર્મા.


સંદીપ શર્મા: વિરાટ કોહલીનો સૌથી મોટો પડકાર

રાજસ્થાન રોયલ્સ પાસે ભલે સ્ટાર બોલરો હોય, પણ વિરાટ કોહલી માટે સંદીપ શર્મા સૌથી મોટો પડકાર છે. IPL ના ઈતિહાસમાં સંદીપ એકમાત્ર એવો બોલર છે જેણે 'કિંગ કોહલી'ને સૌથી વધુ 7 વાર આઉટ કર્યો છે.

સંદિપ શર્મા vs વિરાટ કોહલી રેકોર્ડ

વિરાટે સંદીપ સામે 18 ઇનિંગ્સમાં 132 રન બનાવ્યા છે, પરંતુ તેની એવરેજ માત્ર 18.85 ની રહી છે. માત્ર વિરાટ જ નહીં, સંદીપે રોહિત શર્માને 6 વાર, જ્યારે સૂર્યકુમાર યાદવ અને ક્રિસ ગેલને 4-4 વાર પેવેલિયન ભેગા કર્યા છે.

ડેથ ઓવરનો સ્પેશિયાલિસ્ટ

વર્ષ 2023માં ધોની અને જાડેજા જેવા ફિનિશર્સ સામે છેલ્લી ઓવરમાં 21 રન બચાવીને સંદીપે પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

ગુવાહાટીમાં આજે શું થશે?

આજે ગુવાહાટીના મેદાન પર જ્યાં બોલ થોડી હરકત કરી શકે છે, ત્યાં સંદીપની સ્વિંગ અને સચોટ યોર્કર વિરાટ કોહલીની રમત બગાડી શકે છે. પાવરપ્લેમાં વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ બાદ જ્યારે RCB બેટિંગ કરવા ઉતરશે, ત્યારે સંદીપ અને વિરાટ વચ્ચેનો આ જંગ મેચનું સૌથી મોટું આકર્ષણ રહેશે.


આ પણ વાંચો - Vaibhav Sooryavanshi: 266 રન અને 227નો સ્ટ્રાઈક રેટ, પાવરપ્લેનો અસલી કિંગ છે કોણ?


  • Follow us on: