જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ઈડન ગાર્ડન્સમાં પ્રથમ બેટિંગ કરવા ઉતર્યું ત્યારે ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે મુંબઈના 2 મોટા સ્ટાર બેટ્સમેન યુવાન અજાણ્યા બોલર સૌરભ દુબેનો શિકાર બનશે.

મુંબઈની ઈનિંગ શરૂ થયાના થોડા સમય પછી કોલકાતા નાઈટ રાઈડર્સના 6 ફૂટ 5 ઈંચ ઊંચા ફાસ્ટ બોલર સૌરભ દુબેએ મેચનું વાતાવરણ માત્ર થોડા બોલમાં બદલી નાખ્યું. તેને પહેલા રોહિત શર્માને પેવેલિયન મોકલ્યો અને પછી ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની વિકેટ લઈને ધૂમ મચાવી દીધી.

સૌરભ દુબેએ શાનદાર બોલિંગ કરી

IPL 2026 ની 65મી મેચમાં સૌરભ દુબેએ શાનદાર બોલિંગ કરી અને KKR ને શરૂઆતી સફળતા અપાવી. તેને ચોથા ઓવરના પાંચમા બોલ પર રોહિત શર્માને કેમેરોન ગ્રીન દ્વારા કેચ કરાવ્યો. રોહિત 13 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો, જેમાં 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ સૌરભ દુબેએ તેની આગલી ઓવરમાં સૂર્યકુમાર યાદવને બોલ્ડ કર્યો.

https://twitter.com/StarSportsIndia/status/2057109873691927039

સૌરભ દુબેનો ઝડપી બોલ તેના બેટ પર અથડાયો અને પછી સ્ટમ્પ પર અથડાયો. આ રીતે પાવરપ્લેમાં જ મુંબઈએ 4 મોટા બેટ્સમેન ગુમાવી દીધા. આ પહેલા કેમેરોન ગ્રીને ત્રીજી ઓવરમાં બોલિંગ કરીને રાયન રિકલ્ટન અને નમન ધીરને પેવેલિયન મોકલીને મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં ગભરાટ ફેલાવ્યો. ત્યારબાદ સૌરભ દુબેએ રોહિત અને સૂર્યાને આઉટ કરીને બાકીનું કામ પૂર્ણ કર્યું.

https://twitter.com/KKRiders/status/2057112498160164963

કોણ છે સૌરભ દુબે?

સૌરભ દુબે 28 વર્ષનો લેફ્ટ ફાસ્ટ બોલર છે જે વિદર્ભ માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. IPL 2026 શરૂ થાય તે પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સે તેને ઈજાગ્રસ્ત આકાશદીપના સ્થાને કરારબદ્ધ કર્યો હતો. તમને જણાવી દઈએ આ તેની ફક્ત ત્રીજી IPL મેચ છે. આ પહેલા તેને ગુજરાત ટાઈટન્સ સામે જોસ બટલરને આઉટ કરીને તેની પહેલી IPL વિકેટ લીધી હતી. પરંતુ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા અનુભવી ખેલાડીઓની વિકેટને તેના T20 કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિઓ માનવામાં આવે છે.

ટેનિસ બોલથી શરૂ થઈ હતી સફર

સૌરભ દુબેની ક્રિકેટ સફર સંઘર્ષથી ભરેલી રહી છે. બાળપણમાં તે ફક્ત ટેનિસ-બોલ ક્રિકેટ રમતો હતો અને વ્યાવસાયિક ક્રિકેટમાં કેવી રીતે પ્રવેશ કરવો તેને લઈને તેને ખાતરી નહોતી. 2016 માં તે વર્ધામાં બ્રધરહુડ ક્રિકેટ એસોસિએશનમાં જોડાયો અને પહેલી વાર ચામડાના બોલથી ક્રિકેટ રમ્યો. તેની માતા ઈચ્છતી હતી કે તે એન્જિનિયર બને, પરંતુ સૌરભે ક્રિકેટને તેનું સ્વપ્ન બનાવ્યું અને તે માર્ગ પર આગળ વધ્યો. અને હવે રોહિત અને સૂર્યકુમાર જેવા બેટ્સમેનોની વિકેટ લીધા પછી સૌરભ દુબે અચાનક સોશિયલ મીડિયા પર અને ક્રિકેટ જગતમાં એક મોટું નામ બની ગયું છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?