IPL 2026માં પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. જે હૈદરાબાદના ઓપનર્સને પંજાબના મુખ્ય બોલરો આઉટ નહોતા કરી શક્યા, તેમને એક પાર્ટ-ટાઈમ બોલરે પેવેલિયન ભેગા કર્યા છે. શશાંક સિંહે પોતાની બોલિંગથી મેદાન પર હૈદરાબાદના તોફાનને રોકી દીધું હતું.

8 ઓવરમાં 120 રન

સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર્સ અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે પાવરપ્લેમાં પંજાબના બોલરોની બરાબરની ધોલાઈ કરી હતી. બંનેએ માત્ર 8 ઓવરમાં 120 રન જોડી દીધા હતા. પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે જ્યારે જોયું કે કોઈ પણ મુખ્ય બોલર સફળ નથી થઈ રહ્યો, ત્યારે તેમણે પાર્ટ-ટાઈમ બોલર શશાંક સિંહને બોલ સોંપ્યો હતો.

9મી ઓવરમાં લીધી બે વિકેટ

શશાંક સિંહે પોતાની પ્રથમ ઓવરમાં માત્ર 6 રન આપીને રનની ગતિ પર બ્રેક લગાવી. ત્યારબાદ 9મી ઓવરમાં તેણે પ્રથમ બોલે ટ્રેવિસ હેડ અને ત્રીજા બોલે સેટ બેટ્સમેન અભિષેક શર્માને આઉટ કરીને હૈદરાબાદની કમર તોડી નાખી હતી.

ચોંકાવનારો ફેક્ટ

શશાંક સિંહની બોલિંગના આંકડા જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે. છેલ્લા બે વર્ષમાં (2024 અને 2025) તેણે માત્ર 3 ઓવર બોલિંગ કરી હતી. અત્યાર સુધીની આઈપીએલ કરિયરમાં તેણે માત્ર 3 જ વિકેટ લીધી છે, જેમાંથી 2 વિકેટ તો આ જ મેચમાં મળી છે. રસપ્રદ વાત એ છે કે, આ પહેલા વર્ષ 2024માં પણ તેણે અભિષેક શર્માને જ આઉટ કર્યો હતો.


આ પણ વાંચો - IPL 2026 Point Table: રાજસ્થાન રોયલ્સ નંબર-1 પર અકબંધ, જાણો અન્ય ટીમોની સ્થિતિ