પંજાબની કેટરિના કૈફ તરીકે જાણીતી શહેનાઝ ગિલ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ તે આરસીબીના ક્રિકેટર દેવદત્ત પડિકલને ડેટ કરી રહી છે. દેવદત્ત પડિકલ સાથેના અફેરની ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે શહેનાઝે એક પોસ્ટ શેર કરી જેમાં તેને લખ્યું છે કે "મારું દિલ આરસીબીમાં છે."
શહેનાઝ ગિલની લવ લાઈફ
આ પછી શહેનાઝ ગિલ સ્ટેડિયમમાં RCB માટે એક્સાઈટેડ જોવા મળી હતી. 3 દિવસ પહેલા તેણે બે ફોટા શેર કર્યા હતા જેમાં તે RCB જર્સી પહેરેલી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર બંનેના ડેટિંગની ચર્ચાઓ ચાલી રહી છે.













