ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવન ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. ફેબ્રુઆરીમાં લગ્ન પછી તેને હવે તેની પત્ની સોફી શાઈન સાથે લગ્નની નોંધણી સત્તાવાર રીતે પૂર્ણ કરી છે. ખૂબ જ સાદગીથી ગુરુગ્રામ પહોંચીને શિખર ધવને એક સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઉભા રહીને બધી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કરી.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન 6 મેના રોજ ગુરુગ્રામ મેરેજ રજિસ્ટ્રાર ઓફિસમાં પત્ની સોફી શાઈન સાથે લગ્ન રજિસ્ટ્રેશન કરાવવા પહોંચ્યો હતો. પરિવારના સભ્યોની હાજરીમાં કપલે જરૂરી ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. શિખર ધવન રજિસ્ટ્રાર ઓફિસમાં ડાર્ક બ્લુ ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યો હતો, જ્યારે સોફી શાઈન સ્કાય બ્લુ ટોપ પહેરેલી જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ મુજબ શિખર ધવન કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર વિકાસ સદન પહોંચ્યા, લગભગ 25 મિનિટમાં બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરી, અને શાંતિથી ચાલ્યા ગયા. તેમને કોઈ ખાસ વ્યવસ્થા કરી નહીં, ફક્ત લાઈનમાં ઉભા રહ્યા અને અન્ય કોઈપણ વ્યક્તિની જેમ પ્રક્રિયાનું પાલન કર્યું.

https://twitter.com/GreaterNoidaW/status/2052016752247402891

લગ્ન સેરેમની ફેબ્રુઆરીમાં થઈ હતી

તમને જણાવી દઈએ કે શિખર ધવન અને સોફી શાઈને 21 ફેબ્રુઆરી, 2026 ના રોજ દિલ્હી-એનસીઆરમાં એક સેરેમનીમાં લગ્ન કર્યા હતા. ફક્ત નજીકના પરિવાર અને મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કપલ દુબઈમાં મળ્યું હતું અને લગભગ એક વર્ષ ડેટિંગ કર્યા પછી 2025માં તેમના સંબંધો જાહેરમાં જાહેર કર્યા હતા.

સોફી શાઈન હાલમાં શિખર ધવન ફાઉન્ડેશનનું સંચાલન કરે છે. આ કપલે આ વર્ષે 12 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. તેમના લગ્ન અને લગ્ન પહેલાના કાર્યક્રમોમાં ભારતીય અને આઈરિશ પરંપરાઓનું સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું. ફેન્સ શિખર ધવનને આ નવા જીવનની શરૂઆત માટે સતત અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?