IPL 2026માં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે સાબિત કરી દીધું છે કે, તે શા માટે 'ચેઝ માસ્ટર' તરીકે ઉભરી રહ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેના હાઈ-સ્કોરિંગ મુકાબલામાં શ્રેયસે અણનમ 69 રનની ઈનિંગ રમીને ટીમને 220 રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક પાર પાડવામાં મદદ કરી છે.

કેપ્ટન શ્રેયસ ઐયરે મોરચો સંભાળ્યો

સનરાઈઝર્સ હૈદરાબાદે આપેલા 220 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબ કિંગ્સે 18.5 ઓવરમાં જ જીત હાંસલ કરી લીધી હતી. પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહની તોફાની શરૂઆત બાદ જ્યારે ટીમે ઝડપથી 3 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે કેપ્ટન શ્રેયસ ઐયરે મોરચો સંભાળ્યો હતો. શ્રેયસે માત્ર 33 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 69 રન ફટકાર્યા હતા.

રન ચેઝમાં અકલ્પનીય રેકોર્ડ

વર્ષ 2024થી IPLમાં સફળ રન ચેઝની વાત કરીએ તો શ્રેયસ ઐયરના આંકડા ચોંકાવનારા છે. તેણે આ સમયગાળા દરમિયાન 13 ઇનિંગ્સમાં 138.75ની એવરેજથી 555 રન બનાવ્યા છે, જેમાં 6 અર્ધશતક સામેલ છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 171.82 રહ્યો છે.

પંજાબ કિંગ્સનો ઐતિહાસિક વિજય

  • પંજાબે IPL ઈતિહાસમાં 10મી વખત 200+ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે, જે કોઈ પણ ટીમ દ્વારા સૌથી વધુ છે.
  • આ પંજાબ કિંગ્સનો IPL ઈતિહાસનો બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે.
  • શ્રેયસ ઐયર અને નેહલ વઢેરા વચ્ચે ચોથી વિકેટ માટે 69 રનની મહત્વની ભાગીદારી થઈ હતી.


આ પણ વાંચો - IPL 2026 PBKS Vs SRH: અભિષેક શર્માની તોફાની બેટિંગ: 18 બોલમાં અડધી સદી અને 74 રનની વિસ્ફોટક ઇનિંગ