ગુજરાત ટાઈટન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની પોતાની ત્રીજી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમી રહી છે. પહેલા બેટિંગ કરતા તેમને 20 ઓવરમાં 210 રન બનાવ્યા. આ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે બેટિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જે પાછલી મેચમાં સંપૂર્ણ ફિટ ન હોવાને કારણે ટીમની બહાર હતો.


દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં શુભમન ગિલની 70 રનની શાનદાર ઈનિંગ જોવા મળી હતી, જેમાં તેને 45 બોલનો સામનો કર્યો હતો અને 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે શુભમન ગિલે એક એવી સિદ્ધિ હાંસલ કરી જે ગુજરાત ટાઈટન્સ માટે રમતા અન્ય કોઈ ખેલાડી અત્યાર સુધી હાંસલ કરી શક્યો નથી.

શુભમન ગિલે GT માટે રમતા 2500 રન પૂરા કર્યા

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે 2022 સીઝનમાં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેને 62 મેચ રમી છે, જેમાં 46.50 ની એવરેજથી 2558 રન બનાવ્યા છે, જેમાં 4 સદી અને 17 અડધી સદીનો સમાવેશ થાય છે. શુભમન ગિલ હવે IPLમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમતી વખતે 2500 રનનો આંકડો પાર કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

શુભમન ગિલના IPL રેકોર્ડમાં KKR માટેનો તેમનો ડેબ્યૂ પણ સામેલ છે, અને ત્યારથી તેને 120 મેચ રમી છે, જેમાં 39.75 ની એવરેજથી 3975 રન બનાવ્યા છે.

ક્રિસ ગેઈલ અને ડેવિડ વોર્નરના ક્લબમાં જોડાયો શુભમન ગિલ

શુભમન ગિલ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી ઓછી ઈનિંગમાં 500 બાઉન્ડ્રી ફટકારનાર પાંચમો સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે. ક્રિસ ગેઈલ આ લિસ્ટમાં ટોપ પર છે, તેને ફક્ત 87 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કર્યો છે. ભારતીય ખેલાડીઓમાં શુભમન ગિલ કેએલ રાહુલ પછી બીજા નંબરે છે. શુભમન ગિલે અત્યાર સુધીમાં 120 IPL મેચ રમી છે, જેમાં 382 ચોગ્ગા અને 124 છગ્ગા ફટકાર્યા છે, જેનાથી તેનો કુલ સ્કોર 506 થયો છે.

IPLમાં સૌથી ઓછી ઈનિંગમાં 500 બાઉન્ડ્રી ફટકારનારા ખેલાડીઓ

ક્રિસ ગેઈલ - 87 ઈનિંગ

જોસ બટલર - 101 ઈનિંગ

ડેવિડ વોર્નર - 105 ઈનિંગ

કેએલ રાહુલ - 105 ઈનિંગ

શુભમન ગિલ - 117 ઈનિંગ

ફાફ ડુ પ્લેસિસ - 120 ઈનિંગ

આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: