ગુજરાત ટાઈટન્સના કેપ્ટન અને ભારતીય ક્રિકેટના પ્રિન્સ તરીકે જાણીતા શુભમન ગિલે T20 ક્રિકેટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેને IPL 2026 ના અંતિમ લીગ સ્ટેજ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે T20 ફોર્મેટમાં 6000 રનનો આંકડો પાર કર્યો.
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 6000 રન બનાવવાના મામલે તે એકંદરે સાતમા નંબરે છે. આ લિસ્ટમાં તે ભારતીય ખેલાડીઓમાં ત્રીજા નંબરે પણ છે.
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 6 હજાર રન કોણે બનાવ્યા છે?
જો આપણે ઈનિંગના આધારે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 6000 રન બનાવનારા બેટ્સમેનોની વાત કરીએ તો ક્રિસ ગેઈલનું નામ ટોપ પર છે. તેને 162 ઈનિંગમાં 6000 રન પૂરા કર્યા. જ્યારે શુભમન ગિલ આ લિસ્ટમાં સાતમા નંબરે છે. તેને 185 ઈનિંગમાં 6000 T20 રનનો આંકડો સ્પર્શ કર્યો.
ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો સૌથી ઝડપી 6000 T20 રન બનાવવાનો રેકોર્ડ કેએલ રાહુલના નામે છે. રાહુલે 166 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે વિરાટ કોહલીએ 184 ટી20 ઈનિંગમાં 6000 રન પૂરા કર્યા હતા.
T20 ઈનિંગમાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર બેટ્સમેન
162 - ક્રિસ ગેઈલ
165 - બાબર આઝમ
166 - કેએલ રાહુલ
180 - શોન માર્શ
180 - ડેવોન કોનવે
184 - વિરાટ કોહલી
185 - શુભમન ગિલ
ગિલે માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારી
તમને જણાવી દઈએ કે શુભમન ગિલે ચેન્નાઈ સામેની આ મેચમાં માત્ર 23 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી અને આ IPLમાં તેની બીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. શુભમન ગિલે 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આ જ મેદાન પર પોતાના IPL કરિયરની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. તે મેચમાં તેને માત્ર 22 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
આ સાથે શુભમન ગિલે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. શુભમન ગિલ 27 વર્ષની ઉંમર પહેલા પુરુષોના T20 ક્રિકેટમાં 6000 રન બનાવનાર વિશ્વનો ચોથો બેટ્સમેન બની ગયો છે. તે હાલમાં 26 વર્ષ અને 255 દિવસનો છે. શુભમન ગિલ પહેલા આ ખાસ રેકોર્ડ ફક્ત બાબર આઝમ, રહેમાનુલ્લાહ ગુરબાઝ અને વિલ જેક્સ પાસે હતો.
શુભમન ગિલ 64 રન બનાવીને આઉટ થયો
ગુજરાત વિરુદ્ધ ચેન્નાઈ મેચની વાત કરીએ તો ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા પછી, શુભમન ગિલ અને સાઈ સુદર્શનની જોડીએ ગુજરાતને શાનદાર શરૂઆત આપી. બંનેએ 125 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી. શુભમન 37 બોલમાં શાનદાર 64 રન બનાવ્યા બાદ આઉટ થયો. શુભમન ગિલે તેની ઈનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, જેનાથી તેને 172.97નો સ્ટ્રાઈક રેટ મેળવ્યો.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?