ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની લીગ સ્ટેજ મેચો હવે તેમના અંતિમ સ્ટેજમાં છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાત ટાઈટન્સ 21 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સીઝનની તેમની છેલ્લી લીગ સ્ટેજ મેચ રમશે. શરૂઆતની મેચોમાં હારનો સામનો કરનાર ગુજરાત ટાઈટન્સે શાનદાર વાપસી કરી, સતત 5 મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું.

ગુજરાત ટાઈટન્સ હવે તેમની છેલ્લી લીગ સ્ટેજ મેચ જીતીને 18 પોઈન્ટ સાથે ટોપના બે સ્થાન માટેનો દાવો મજબૂત કરવા માગશે. પરિણામે આ મેચમાં સૌથી મોટી જવાબદારી તેમના કેપ્ટન શુભમન ગિલ પર રહેશે, જેને આઈપીએલ 2026માં 12 મેચમાં 552 રન બનાવ્યા છે. શુભમન ગિલને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 3 મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક પણ મળશે.

T20Iમાં 6000 રન પૂરા કરવાથી માત્ર 36 રન દૂર

શુભમન ગિલને T20 ફોર્મેટમાં ભલે એક મજબૂત ખેલાડી ન માનવામાં આવે, પરંતુ તેને ચોક્કસપણે પોતાને મેચ વિજેતા સાબિત કર્યો છે. શુભમન ગિલનો કેપ્ટન અને ખેલાડી બંને તરીકે પ્રભાવશાળી બેટિંગ રેકોર્ડ લગભગ દરેક IPL સીઝનમાં સ્પષ્ટ રહ્યો છે. જો શુભમન ગિલ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં 36 વધુ રન બનાવવામાં સફળ થાય છે, તો તે T20 ફોર્મેટમાં 6,000 રનને પાર કરી જશે. શુભમન ગિલે કુલ 187 T20 મેચ રમી છે, 184 ઈનિંગમાં બેટિંગ કરી છે અને 37.50 ની એવરેજથી 5,964 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન શુભમન ગિલે 6 સદી અને 37 અડધી સદી ફટકારી છે.

છગ્ગાની બેવડી સદી પૂર્ણ કરવાથી માત્ર બે પગલાં દૂર

ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ શુભમન ગિલને તેના T20 કરિયરમાં છગ્ગાની બેવડી સદી સુધી પહોંચવાની તક પણ આપશે. તેને અત્યાર સુધી 187 T20 મેચોમાં 198 છગ્ગા ફટકાર્યા છે. IPLમાં શુભમન ગિલના છગ્ગાના રેકોર્ડની વાત કરીએ તો તેને 130 મેચોમાં 146 છગ્ગા ફટકાર્યા છે. તેથી, જો ગિલ આ મેચમાં ચાર છગ્ગા ફટકારે છે, તો તે IPLમાં 150 છગ્ગા ફટકારશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?