શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડીએ IPL 2026માં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પ્રથમ વિકેટ માટે 125 રનની પાર્ટનરશીપ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી.
શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડી હવે IPL ઈતિહાસમાં પ્રથમ વિકેટ માટે સૌથી વધુ સદીની પાર્ટનરશીપ ધરાવતી જોડી બની ગઈ છે, જેને અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ તેમજ શિખર ધવન અને ડેવિડ વોર્નરની ઓપનિંગ જોડીને પાછળ છોડી દીધી છે.
ગિલ અને સુદર્શને પ્રથમ વિકેટ માટે પોતાની 7મી સદીની પાર્ટનરશીપ કરી
શુભમન ગિલ અને સાઈ સુદર્શન IPL 2026 સીઝનમાં શાનદાર ફોર્મમાં છે, અને તેમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પ્રથમ વિકેટ માટે સદીની પાર્ટનરશીપ કરીને ઈતિહાસ રચ્યો. IPL ઈતિહાસમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે પ્રથમ વિકેટ માટે આ 7મી સદીની પાર્ટનરશીપ હતી. આ મેચ પહેલા તેઓ અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ, તેમજ શિખર ધવન અને ડેવિડ વોર્નરની ઓપનિંગ જોડી સાથે સંયુક્ત રીતે ટોપના સ્થાને હતા, જેમણે IPLમાં પહેલી વિકેટ માટે 6 સદીની પાર્ટનરશીપનો રેકોર્ડ બનાવ્યો છે.
IPLમાં સૌથી વધુ સદીની ઓપનિંગ પાર્ટનરશીપ
શુભમન ગિલ અને સાઈ સુદર્શન - 7 સદીની ઓપનિંગ પાર્ટનરશીપ
અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ - 6 સદીની ઓપનિંગ પાર્ટનરશીપ
શિખર ધવન અને ડેવિડ વોર્નર - 6 સદીની ઓપનિંગ પાર્ટનરશીપ
જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નર - 5 સદીની ઓપનિંગ પાર્ટનરશીપ
વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ - 5 સદીની ઓપનિંગ પાર્ટનરશીપ
આ ઓપનિંગ જોડી IPLમાં બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની
ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડીએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી જેમાં તેઓ હવે IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાની દ્રષ્ટિએ બીજી ઓપનિંગ જોડી બની ગયા છે.
આ બાબતમાં ગિલ-સુદર્શને વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસની જોડીને પાછળ છોડી દીધા છે, જેમને IPLમાં ઓપનિંગ જોડી તરીકે કુલ 1890 રન બનાવ્યા હતા. ગિલ અને સુદર્શન, જે હવે આ લિસ્ટમાં બીજા નંબરે છે, તેમને ઓપનિંગ જોડી તરીકે કુલ 1942 રન નોંધાવ્યા છે. આ લિસ્ટમાં પ્રથમ નંબરે શિખર ધવન અને ડેવિડ વોર્નરની ઓપનિંગ જોડી છે, જેમના નામે IPLમાં ઓપનિંગ જોડી તરીકે કુલ 2220 રન બનાવવાનો રેકોર્ડ છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?