IPL 2026 ની 63મી મેચ ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચ માટે એમએસ ધોની પણ મેદાનમાં ઉતર્યો હતો. આ સીઝનમાં ચેન્નાઈની ઘરઆંગણે આ છેલ્લી મેચ હતી.

આ મહત્વપૂર્ણ મેચમાં CSK ધોનીની ટીમ સામે 5 વિકેટથી હારી ગયું. હૈદરાબાદ આ જીત સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થયું. આ સાથે ગુજરાત ટાઈટન્સ પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થયું. ચેન્નાઈની પ્લેઓફની આશાઓ ઠગારી નીવડી.

ચેન્નઈએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા. જેનો પીછો કરતા હૈદરાબાદ 19 ઓવરમાં જીતી ગયું.

હૈદરાબાદની જીતમાં ઈશાન કિશને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેને ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા, તેને 47 બોલમાં 70 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. હેનરિક ક્લાસેન પણ 26 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 47 રન બનાવ્યા. બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 41 બોલમાં 75 રનની પાર્ટનરશીપ કરીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

3 ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઓફ માટે ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ હતી. હવે હૈદરાબાદ અને ગુજરાતે પણ ટોપ 4માં સ્થાન મેળવ્યું છે. હવે પાંચ ટીમો એક પ્લેઓફ સ્લોટ માટે સ્પર્ધા કરશે. સ્પર્ધા કરતી ટીમોમાં પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સનો સમાવેશ થાય છે.

જાણો પ્લેઓફનું સમીકરણ

બાકીની પાંચ ટીમોમાંથી પંજાબ હાલમાં 13 પોઈન્ટ સાથે સૌથી વધુ પોઈન્ટ ધરાવે છે. રાજસ્થાન, ચેન્નાઈ અને દિલ્હી 12 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા નંબરે છે. કોલકાતાના 11 પોઈન્ટ છે.

પંજાબને હજુ એક મેચ રમવાની છે, જેનાથી તે 15 પોઈન્ટ પર પહોંચી જશે. રાજસ્થાનને હજુ 2 મેચ રમવાની છે, જેનાથી તે 16 પોઈન્ટ પર પહોંચી જશે.

ચેન્નાઈ અને દિલ્હીએ 1-1 મેચ રમવાની છે, જે જીતીને બંને ટીમો 14-14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. કોલકાતાને 15 પોઈન્ટ મેળવવા માટે 2 મેચ રમવાની બાકી છે. કઈ ટીમ અંતિમ સ્થાન મેળવે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?