સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રનથી હરાવ્યું. આ IPL 2026 સીઝનમાં પંજાબનો સતત ત્રીજી હાર હતી. આ એ જ ટીમ હતી જેને અગાઉની 7 મેચોમાં એક પણ મેચ હારી ન હતી. કૂપર કોનોલી અંત સુધી લડ્યો, પરંતુ તેની 107 રનની સદી પંજાબની જીત સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગઈ.
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં SRH એ પ્રથમ બેટિંગ કરીને 235 રન બનાવ્યા. ઈશાન કિશન અને હેનરિક ક્લાસેનએ મજબૂત અડધી સદી ફટકારી, પરંતુ તેમને ઘણા જીવનદાન પણ આપવામાં આવ્યા. પંજાબની ખરાબ ફિલ્ડિંગે પણ હૈદરાબાદના હાઈ સ્કોરમાં મુખ્ય ભૂમિકા ભજવી.
કૂપર કોનોલીની સદી મદદ ન કરી
236 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી, તેને 4 રનના સ્કોર પર બંને ઓપનરો ગુમાવ્યા હતા. કૂપર કોનોલી ઈનિંગની બીજી ઓવરમાં બેટિંગ કરવા આવ્યા અને અંત સુધી લડ્યા, 59 બોલમાં 107 રન બનાવી અણનમ રહ્યો. તેને આ ઈનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા.
કૂપર કોનોલી ભલે પંજાબને જીત અપાવી શક્યો ન હોત, પરંતુ જો તેને સદી ન ફટકારી હોત તો પંજાબનો નેટ રન રેટ ઘટી ગયો હોત. કેપ્ટન શ્રેયસ ઐયર પણ નિષ્ફળ ગયો, તેને ફક્ત 5 રન બનાવ્યા. માર્કસ સ્ટોઈનિસે 28 રન અને સૂર્યાંશ શેડગેએ 25 રનનું યોગદાન આપ્યું, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન કૂપર કોનોલીને સાથ આપી શક્યો નહીં.
પંજાબની સતત ત્રીજી હાર
આ સિઝનમાં પંજાબ કિંગ્સનો સતત ત્રીજો પરાજય છે. તેઓ લાંબા સમયથી ટેબલમાં ટોપ પર હતા, પરંતુ હવે સનરાઈઝર્સ હૈદરાબાદ ટોપનું સ્થાન મેળવી ચૂક્યા છે. બીજી તરફ હૈદરાબાદ પ્લેઓફની નજીક પહોંચી ગયું છે, હવે તેના 14 પોઈન્ટ છે. SRH પાસે ત્રણ મેચ બાકી છે, અને આ મેચોમાં જીત લગભગ તેમના પ્લેઓફ સ્થાનની ખાતરી કરશે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?