IPL 2026 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. 19મી સીઝનની પહેલી મેચ RCB અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન પેટ કમિન્સ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે.
પરિણામે આ સીઝનમાં ફ્રેન્ચાઈઝની કેપ્ટનશીપ માટે એક નવું નામ સામે આવી રહ્યું છે. અભિષેક શર્મા નહીં, પરંતુ આ 27 વર્ષનો યુવા ખેલાડી સનરાઈઝર્સનો કેપ્ટન બનશે. આ ખેલાડીએ પોતાના જોરદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ ટાઈટલ પણ અપાવ્યું છે.
SRHનો નવો કેપ્ટન બનશે ઈશાન કિશન
મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન IPL 2026માં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરશે. તેના કેપ્ટનશીપના અનુભવની વાત કરીએ તો ઈશાને તાજેતરમાં ઝારખંડને તેમનું પહેલું સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટાઈટલ અપાવ્યું હતું. તે ટુર્નામેન્ટનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતો.
SRH કેપ્ટનશીપ માટે અભિષેક શર્માના નામ પર પણ વિચારણા થઈ રહી હતી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ એવો દાવો કરવામાં આવ્યો છે કે ઈશાન તેને પાછળ છોડી શકે છે. પરંતુ અભિષેક પંજાબ ટીમની પણ કેપ્ટનશીપ કરે છે.
T20 વર્લ્ડકપ 2026માં શાનદાર પ્રદર્શન
ઈશાન કિશને T20 વર્લ્ડકપ 2026માં ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું. તે બે વર્ષની ગેરહાજરી પછી ભારતીય ટીમમાં પાછો ફર્યો અને ધૂમ મચાવી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેનું બેટ ધૂમ મચાવતું રહ્યું અને તે ટીમનો બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. તેને 9 મેચમાં 193 ના સ્ટ્રાઈક રેટથી 317 રન બનાવ્યા. આ દરમિયાન તેને 18 જબરદસ્ત છગ્ગા પણ ફટકાર્યા.
ગયા સિઝનમાં તેને સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ટીમ માટે 13 ઈનિંગમાં તેને 35.40ની એવરેજથી 354 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!