કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2026ની મેચ 16 મે ના રોજ રમાઈ રહી છે. બંને ટીમો સીઝનની 60મી મેચમાં એકબીજા સામે આવી રહી છે. ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. KKRના સિનિયર ખેલાડી સુનીલ નારાયણે પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરીને ઈતિહાસ રચ્યો, અને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો.
સુનીલ નારાયણે ઈતિહાસ રચ્યો
સુનીલ નારાયણ IPLમાં 200 મેચ રમનાર પ્રથમ વિદેશી ખેલાડી બન્યો છે. તે 200 મેચ રમનાર કુલ 13મો ખેલાડી પણ બન્યો છે. સુનીલ નારાયણ પહેલા કોઈ વિદેશી ખેલાડી IPLમાં 200 મેચ રમ્યો ન હતો.
IPLમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી છે, જેમને 279 મેચ રમી છે. એમએસ ધોની 278 મેચ સાથે બીજા નંબરે છે. રવિન્દ્ર જાડેજા 265 મેચ રમી છે અને આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. દિનેશ કાર્તિક IPLમાં સૌથી વધુ મેચ રમનાર પાંચમો ખેલાડી છે, જેને 257 મેચ રમી છે.
સુનીલ નારાયણનું આઈપીએલ કરિયર
IPLમાં સુનીલ નારાયણે અત્યાર સુધી રમાયેલી 200 મેચોમાંથી 197 ઈનિંગમાં 203 વિકેટ લીધી છે. તેને 1 વખત 5 વિકેટ અને 7 4 વિકેટ લીધી છે. બેટથી તેને 126 ઈનિંગમાં 17.50 ની એવરેજથી 1820 રન બનાવ્યા છે. તેને 1 સદી અને 7 અડધી સદી ફટકારી છે. સુનીલ નારાયણ 2012થી IPLમાં ભાગ લઈ રહ્યો છે. તમને જણાવી દઈએ તેઓ KKR માટે ખાસ રમ્યો છે. તેઓ ઘણી સીઝનથી આ ટીમ માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે પણ રમ્યો છે. તેઓ આ સીઝનમાં બોલર તરીકે KKRનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓ
વિરાટ કોહલી - 279 મેચ, 9145 રન, 4 વિકેટ
રોહિત શર્મા - 279 મેચ, 7314 રન, 15 વિકેટ
એમએસ ધોની - 278 મેચ, 5439 રન, 0 વિકેટ
રવિન્દ્ર જાડેજા - 265 મેચ, 3450 રન, 178 વિકેટ
દિનેશ કાર્તિક - 257 મેચ, 4842 રન, 0 વિકેટ
શિખર ધવન - 222 મેચ, 6769 રન, 4 વિકેટ
આર. અશ્વિન - 221 મેચ, 833 રન, 187 વિકેટ
અજિંક્ય રહાણે - 210 મેચ, 5369 રન, 1 વિકેટ
સુરેશ રૈના - 205 મેચ, 5528 રન, 25 વિકેટ
રોબિન ઉથપ્પા - 205 મેચ, 4952 રન, 0 વિકેટ
અંબાતી રાયડુ - 204 મેચ, 4348 રન, 0 વિકેટ
ભુવનેશ્વર કુમાર - 202 મેચ, 354 રન, 220 વિકેટ
સુનીલ નારાયણ - 200 મેચ, 1820 રન, 203 વિકેટ
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?