IPL 2026માં અત્યાર સુધીમાં 46 મેચ રમાઈ છે. આ સિઝનમાં ઘણી રોમાંચક મેચ રમાઈ છે. આ વખતે બેટ્સમેન ટુર્નામેન્ટમાં પ્રભુત્વ ધરાવે છે, અને ઘણા બધા રન બની રહ્યા છે. IPL 2026 માં પણ ઘણા વિવાદો થયા છે. ચાલો આ સિઝનના 5 સૌથી મોટા વિવાદો પર એક નજર કરીએ.


અભિષેક શર્મા

અભિષેક શર્મા IPL 2026ની મેચ નંબર 6માં ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેને KKR સામે રમાયેલી મેચમાં અશ્લીલ શબ્દોનો ઉપયોગ કર્યો હતો, ત્યારબાદ તેને તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો.

રિયાન પરાગ

IPL 2026 નો અત્યાર સુધીનો સૌથી મોટો વિવાદ રિયાન પરાગનો રહ્યો છે. તેને પંજાબ કિંગ્સ સામેની મેચની 40મી મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં વેપિંગનો ઉપયોગ કર્યો હતો. જેના પગલે BCCI દ્વારા તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.

કાયલ જેમીસન

દિલ્હી કેપિટલ્સના કાયલ જેમિસને વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા પછી આક્રમક રીતે મેદાનની બહાર ચેતવણી આપી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેને આ કાર્યવાહી માટે 2 ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

અંગક્રિશ રઘુવંશી

કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીએ આઈપીએલ મેચ નંબર 38 માં આઉટ આપ્યા બાદ એમ્પાયર સાથે દલીલ કરી હતી. ત્યારબાદ તેને પોતાનું બેટ ફેંકી દીધું અને પેવેલિયન જતી વખતે તોડફોડ કરી. આ માટે તેને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

રવિન્દર સિંહ ભિંડર

રાજસ્થાન રોયલ્સ ટીમના મેનેજર રવિન્દર સિંહ ભિંડર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડાયા હતા. ત્યારબાદ તેમને 1 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના IPL 2026ની મેચ 16 માં બની હતી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: