ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે ઘરઆંગણે મેચ રમી રહી છે, જેમાં તેને 204 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ મેચમાં CSK એ 45 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ બેટિંગ કરવા આવેલા 27 વર્ષીય ઉર્વિલ પટેલે એવી તોફાની ઈનિંગ રમી કે તેને ઘણા રેકોર્ડ તોડી નાખ્યા.


આ મેચમાં ઉર્વિલ પટેલે માત્ર 23 બોલમાં 65 રનની શાનદાર ઈનિંગ રમી અને 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. આ ઈનિંગ સાથે ઉર્વિલ એબી ડી વિલિયર્સનો 11 વર્ષ જૂનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો.

IPLમાં સંયુક્ત સૌથી ઝડપી અડધી સદી

ઉર્વિલ પટેલે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ખૂબ જ વિસ્ફોટક રીતે પોતાની ઈનિંગ શરૂ કરી હતી જેમાં તેને મોટાભાગના બોલ સીધા સ્ટેન્ડ્સમાં ફટકાર્યા હતા. ઉર્વિલ પટેલે આ મેચમાં માત્ર 13 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જેની સાથે તે હવે યશસ્વી જયસ્વાલ સાથે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા ઉર્વિલ પટેલે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો, જે આ પહેલા સુરેશ રૈનાના નામે હતો, જેને 2014માં પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.


IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન

યશસ્વી જયસ્વાલ - 13 બોલમાં Vs કોલકાતા નાઈટ રાઈડર્સ (2023, કોલકાતા)

ઉર્વિલ પટેલ - 13 બોલ Vs લખનૌ સુપર જાયન્ટ્સ (2026, ચેન્નાઈ)

કેએલ રાહુલ - 14 બોલ Vs દિલ્હી કેપિટલ્સ (2018, મોહાલી)

પેટ કમિન્સ - 14 બોલ Vs મુંબઈ ઈન્ડિયન્સ (2022, પુણે)

રોમારીયો શેફર્ડ - 14 બોલ Vs ચેન્નાઈ સુપર કિંગ્સ (2025, બેંગલુરુ)

ઉર્વિલ પટેલ IPLમાં આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો

અત્યાર સુધી IPLના ઈતિહાસમાં ઘણા આક્રમક બેટ્સમેન જોવા મળ્યા છે, પરંતુ ઉર્વિલ પટેલે એવી સિદ્ધિ મેળવી છે જે પહેલા કોઈ બેટ્સમેન કરી શક્યો નથી. ઉર્વિલ પટેલ હવે IPLમાં એવો પહેલો ખેલાડી બની ગયો છે જેને પોતાની ઈનિંગના પહેલા 8 બોલમાં 6 સિક્સર ફટકારી છે.

આ સિવાય ઉર્વિલ પટેલ પહેલા 10 બોલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે, જેમાં તેને એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેને 2015 માં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં પોતાની ઈનિંગના પહેલા 10 બોલમાં 41 રન બનાવ્યા હતા, જ્યારે આ મેચમાં ઉર્વિલ પોતાની ઈનિંગના પહેલા બોલમાં 42 રન બનાવ્યા.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: