માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે નાની ઉંમરે સૌથી સફળ ખેલાડીઓ પણ હાંસલ કરવામાં નિષ્ફળ ગયા છે. રાજસ્થાન રોયલ્સનો આ યુવા સ્ટાર ખેલાડી લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ઈતિહાસ રચ્યો છે, તેને IPL સીઝનમાં 500 રન બનાવ્યા. આ સાથે તે કોઈપણ T20 ટુર્નામેન્ટમાં 500 રન બનાવનાર વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો.

સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રચાયો ઈતિહાસ

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વૈભવને આ રેકોર્ડ સુધી પહોંચવા માટે ફક્ત 14 રનની જરૂર હતી, અને તેને 14 બોલમાં આ રેકોર્ડ હાંસલ કર્યો. આ ઐતિહાસિક પ્રદર્શન સાથે તેને રિષભ પંતનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ પહેલા IPL સીઝનમાં 500 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડીનો રેકોર્ડ રિષભ પંતના નામે હતો, જેને 2018માં આ સિદ્ધિ મેળવી હતી.

ક્રિસ ગેઈલના ક્લબમાં પ્રવેશ

વૈભવ સૂર્યવંશી એક જ IPL સિઝનમાં 50 છગ્ગા ફટકારનાર પહેલો ભારતીય બેટ્સમેન પણ બન્યો છે. આ પહેલા કોઈ પણ ભારતીય બેટ્સમેન આ સિદ્ધિ મેળવી શક્યો ન હતો. તેને માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને લખનૌના બોલરોને શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યા. આ મેચ પહેલા વૈભવે IPL 2026માં 43 છગ્ગા ફટકાર્યા હતા.

લખનૌના બોલરો સામે 7 છગ્ગા ફટકારીને વૈભવનું નામ રેકોર્ડ બુકમાં નોંધાયું હતું. વૈભવ 93 રન બનાવીને 10 છગ્ગા ફટકારીને આઉટ થયો હતો. આ સાથે એક જ IPL સિઝનમાં તેના કુલ 53 છગ્ગા થઈ ગયા છે, જે આન્દ્રે રસેલને પાછળ છોડી દે છે. હવે વૈભવ પાસે ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડવાની સારી તક છે. ક્રિસ ગેઈલ IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ ધરાવે છે. તેમને એક જ IPL સિઝનમાં 59 છગ્ગા ફટકાર્યા છે.

IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન

ક્રિસ ગેઈલ – 59

વૈભવ સૂર્યવંશી - 53

આન્દ્રે રસેલ – 52

ક્રિસ ગેઈલ – 51

આ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરીને રાજસ્થાન સામે એક જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મિચેલ માર્શના 96 રનની ઈનિંગથી લખનૌએ 20 ઓવરમાં 5 વિકેટે 220 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોશ ઈંગ્લિસે પણ 60 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?