વૈભવ સૂર્યવંશી મેદાન પર રમવા આવે અને કોઈ રેકોર્ડ ન બનાવે તેવું ભાગ્યે જ જોવા મળે છે. IPL 2026માં જ્યારે તે 9 મે ના રોજ ગુજરાત ટાઈટન્સ સામે બેટિંગ કરવા માટે ઉતર્યો, ત્યારે તેને T20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવવામાં સફળતા મેળવી જે પહેલા કોઈ ખેલાડી હાંસલ કરી શક્યો ન હતો.
IPL ની 19મી સીઝનમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીનું બેટ જોરથી બોલતું જોવા મળ્યું. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં 16 બોલમાં 36 રનની તેની ઈનિંગમાં તેને 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા, જે એક એવી સિદ્ધિ છે જેની મદદથી તે ઈતિહાસ રચવામાં સફળ રહ્યો.
વૈભવ T20 ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં છગ્ગા ફટકારવાની સદી પૂર્ણ કરનાર બન્યો ખેલાડી
T20 ક્રિકેટની શરૂઆત થઈ ત્યારથી, આ ફોર્મેટમાં ઘણા મહાન ખેલાડીઓ જોવા મળ્યા છે, પરંતુ વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 વર્ષની ઉંમરે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જેનો પડઘો લાંબા સમય સુધી અનુભવાશે.
ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વૈભવે પોતાની ઈનિંગના પહેલા બોલ પર છગ્ગો ફટકારતાની સાથે જ તેને T20 ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં 100 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો. જેમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 514 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી. આ પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ખેલાડી કાયરન પોલાર્ડના નામે હતો, જેને 843 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
તે 20 વર્ષથી ઓછી ઉંમરમાં 100 છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો
વૈભવ સૂર્યવંશી હવે 20 વર્ષથી ઓછી ઉંમરના T20 ક્રિકેટમાં 100 છગ્ગા પૂરા કરનાર પહેલો ખેલાડી બની ગયો છે. આ સિવાય વૈભવ સૂર્યવંશી IPL સીઝનની પ્રથમ 6 ઓવરમાં 30 કે તેથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બની ગયો છે.
જો આપણે વૈભવ સૂર્યવંશીની T20 કરિયરની વાત કરીએ તો, તેને 29 મેચ રમી છે અને અત્યાર સુધીમાં 29 ઈનિંગમાં બેટિંગ કરી છે અને તેમાં તેને 40.75 ની એવરેજથી 529 બોલનો સામનો કર્યો છે અને 1141 રન બનાવ્યા છે, જેમાં તેના બેટમાંથી 4 સદી અને 3 અડધી સદી જોવા મળી છે. આ સિવાય વૈભવ સૂર્યવંશીએ 102 છગ્ગા ફટકારવા સાથે 91 ચોગ્ગા ફટકાર્યા છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?