ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં વૈભવ સૂર્યવંશી દરેક મેચ સાથે ઘણા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે, જેમાં તેને દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં કંઈક આવું જ કરવામાં સફળતા મેળવી છે. રાજસ્થાન રોયલ્સ ટીમ IPL 2026 ના લીગ તબક્કામાં દિલ્હી કેપિટલ્સ સામે તેની 12મી મેચ રમી રહી છે, જેમાં તે ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરી રહી છે.

આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ તેની ઈનિંગની ત્રીજી સિક્સર ફટકારતાની સાથે જ તેને IPLની એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો અભિષેક શર્માનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો.

ત્રીજી સિક્સર ફટકાર્યા પછી વૈભવે અભિષેક શર્માને છોડ્યો પાછળ

IPL 2026માં અત્યાર સુધી સૌથી વધુ ધ્યાન ખેંચનાર ખેલાડી 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી છે, જેને વર્તમાન ટોપના બોલરો સામે પણ પોતાની નિર્ભયતા બતાવી છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની ઈનિંગની શરૂઆત એક સિક્સરથી કરી, 21 બોલમાં 46 રનની ઈનિંગમાં કુલ 3 સિક્સર ફટકારી, જેનાથી તે એક જ IPL સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય ખેલાડી બન્યો. આ રેકોર્ડ વધુ વધશે. આ પહેલા આ રેકોર્ડ અભિષેક શર્માના નામે હતો, જેને 2024 IPL સિઝનમાં કુલ 42 સિક્સર ફટકારી હતી.

IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીય ખેલાડીઓ

વૈભવ સૂર્યવંશી - 43* સિક્સર (2026)

અભિષેક શર્મા - 42 છગ્ગા (2024)

શ્રેયસ ઐયર - 39 છગ્ગા (2025)

વિરાટ કોહલી - 38 છગ્ગા (2016)

વિરાટ કોહલી - 38 છગ્ગા (2024)

સૂર્યકુમાર યાદવ - 38 સિક્સર (2025)

એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે

ઈન્ડિયન પ્રીમિયર લીગની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેઈલના નામે છે, જેને 2012ની સિઝનમાં કુલ 59 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવ સૂર્યવંશી હવે આ લિસ્ટમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. જો વૈભવ IPL 2026માં 50 કે તેથી વધુ છગ્ગા ફટકારવામાં સફળ થાય છે, તો તે ક્રિસ ગેઈલ અને આન્દ્રે રસેલ પછી આ સિદ્ધિ મેળવનાર ફક્ત ત્રીજો ખેલાડી બનશે.

IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓ

ક્રિસ ગેઈલ - 59 છગ્ગા (2012)

આન્દ્રે રસેલ - 52 છગ્ગા (2019)

ક્રિસ ગેઈલ - 51 છગ્ગા (2013)

જોસ બટલર - 45 છગ્ગા (2022)

ક્રિસ ગેઈલ - 44 છગ્ગા (2011)

વૈભવ સૂર્યવંશી - 43* છગ્ગા (2026)

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?