IPL 2026 શરૂ થવામાં ફક્ત બે અઠવાડિયા બાકી છે, ત્યારે બધી ટીમોના ખેલાડીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી તેની ક્રિકેટ કારકિર્દી પ્રત્યે ખૂબ જ ગંભીર છે. IPL પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેને તેની 10મા ધોરણની બોર્ડ પરીક્ષા છોડીને રાજસ્થાન રોયલ્સ કેમ્પમાં જોડાવાનું નક્કી કર્યું.


હવે IPL શરૂ થવાના થોડા દિવસો પહેલા, વૈભવ સૂર્યવંશીએ RRને ચેમ્પિયન બનાવવાનું વચન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે RRએ છેલ્લે 18 વર્ષ પહેલા 2008માં IPL જીતી હતી.

'મારો ઉદ્દેશ્ય RRને ચેમ્પિયન બનાવવાનો છે'

15 માર્ચે BCCIએ નમન એવોર્ડ્સ 2026નું આયોજન કર્યું હતું. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પણ હાજરી આપી હતી. તેને એક ઈન્ટરવ્યુમાં RR માટે ટ્રોફી જીતવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું, "મારું લક્ષ્ય આ IPL સિઝનમાં ટીમ માટે ટ્રોફી જીતવાનું છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું સારું કરવા માગુ છું અને મારા પ્રદર્શનથી આખી ટીમને મદદ મળશે. મારું લક્ષ્ય RRની જીતમાં યોગદાન આપવાનું અને ફ્રેન્ચાઈઝ માટે ટ્રોફી ઘરે લાવવાનું છે."

દ્રવિડ અને આરઆર ખેલાડીઓ પાસેથી શીખવાની તક મળી

વૈભવ સૂર્યવંશીએ એ પણ ખુલાસો કર્યો કે તેમને રાહુલ દ્રવિડ અને RRના સિનિયર ખેલાડીઓ પાસેથી ઘણું શીખવાની તક મળી. તેમને કહ્યું, "RR મારી ડોમેસ્ટિક અને અંડર-19 મેચો પર નજર રાખતું હતું. મેં વિચાર્યું હતું કે હું RRનો ભાગ બનીશ કારણ કે મારા ટ્રાયલ સારા રહ્યા. હું RRથી ખુશ છું અને તેમની તરફથી રમીને ઘણો સુધારો થયો છે. દરેક ખેલાડીની જેમ, મારો પહેલો કેમ્પ રસપ્રદ હતો. રાહુલ દ્રવિડ સર પણ તે સમયે ટીમ સાથે હતા અને મને તેમની પાસેથી શીખવાની તક મળી. તે સમયે ટીમમાં ઘણા સિનિયર ખેલાડીઓ હતા."

IPL 2025માં વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન કેવું રહ્યું?

વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. તેને 7 મેચમાં 252 રન બનાવ્યા હતા, જેમાં તેને 206.55ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. તેને એક અડધી સદી અને એક સદી ફટકારી હતી. તેની પાસેથી IPL 2026માં પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: