વૈભવ સૂર્યવંશી ખૂબ જ નાની ઉંમરે મોટા બોલર્સને સિક્સ ફટકારીને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. ઈનિંગના પહેલા જ બોલથી બાઉન્ડ્રી ફટકારવાની તેની માનસિકતા તેને બોલરો માટે દુઃસ્વપ્ન બનાવે છે. આ સિઝનમાં વૈભવ સૂર્યવંશી ખૂબ જ નાની ઉંમરે મોટા બોલરોને ફટકારી રહ્યો છે.

ઈનિંગના પહેલા જ બોલથી બાઉન્ડ્રી ફટકારવાની તેની માનસિકતા તેને બોલરો માટે દુઃસ્વપ્ન બનાવે છે. આ સિઝનમાં તેની પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશીએ CSK સામે 17 બોલમાં 52 રન બનાવ્યા.

મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પણ વૈભવ સૂર્યવંશીનો ફેન બની ગયો છે. વૈભવનું બેટ ચેક કરતો તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. બંનેએ થોડી વાર વાતો કરી, જે દરમિયાન હાર્દિક પંડ્યા વૈભવ સૂર્યવંશીનું બેટ ચેક કરતા હસતો જોવા મળ્યો. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વૈભવ સૂર્યવંશીનો 237 છે સ્ટ્રાઈક રેટ

વૈભવ સૂર્યવંશીને IPL 2025માં સિઝનના બેસ્ટ સ્ટ્રાઈકરનો એવોર્ડ મળ્યો હતો. તેને IPL 2026માં પોતાનો વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ જાળવી રાખ્યો છે. રાજસ્થાન રોયલ્સ માટે રમતા વૈભવે 237.14 ના સ્ટ્રાઈક રેટથી 83 રન બનાવ્યા છે. તેને CSK સામે 52 રનની ધમાકેદાર ઈનિંગ પણ રમી હતી.

વૈભવ સૂર્યવંશીએ ફટકારી 11 સિક્સ

વૈભવ સૂર્યવંશીને લાંબા છગ્ગા મારવાનો ખૂબ શોખ છે. તેને IPL 2026માં 3 મેચ રમી છે, જેમાં તેને અત્યાર સુધીમાં 11 છગ્ગા ફટકાર્યા છે. તે આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન છે. વૈભવ રાજસ્થાન માટે ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. તેનાથી આ લિસ્ટમાં ફક્ત ધ્રુવ જુરેલ અને યશસ્વી જયસ્વાલથી આગળ છે.

આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો