રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં ફરી એકવાર પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું છે. RCB સામેના હાઈ-વોલ્ટેજ મુકાબલામાં તેણે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે.
15 બોલમાં પુરી કરી ફિફ્ટી
202 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમને વૈભવે તોફાની શરૂઆત અપાવી હતી. તેણે વિશ્વસ્તરીય બોલરોને પણ બક્ષ્યા ન હતા. વૈભવે હેઝલવુડની એક જ ઓવરમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 18 રન ઝૂડી કાઢ્યા હતા. 'સ્વિંગના સુલતાન' ભુવનેશ્વર કુમાર સામે પણ તેણે બેખોફ બેટિંગ કરી 2 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે ઓવરમાં 16 રન લીધા હતા. માત્ર 15 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી તેણે પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
