વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ધૂમ મચાવીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું અને હવે IPL 2026ની શરૂઆતની મેચોમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે મોટા સ્ટાર્સ પણ હાંસલ કરવામાં નિષ્ફળ ગયા છે.


રાજસ્થાન રોયલ્સના આ યુવા બેટ્સમેને 20 વર્ષની ઉંમર પહેલા IPL ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

જસપ્રીત બુમરાહ સામે નિડર અંદાજ

ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચમાં વૈભવે શરૂઆતથી જ આક્રમક વલણ દર્શાવ્યું. તેને વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાંના એક જસપ્રીત બુમરાહના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કર્યો. મુંબઈ ઈન્ડિયન્સના મજબૂત બોલિંગ આક્રમણથી વૈભવ બિલકુલ ડર્યો નહીં. તેને માત્ર 14 બોલમાં 39 રનની તોફાની ઈનિંગ રમી, જેમાં 1 ચોગ્ગો અને 5 જબરદસ્ત છગ્ગા સામેલ છે.

તેની ઈનિંગે રાજસ્થાનને મેચમાં શાનદાર શરૂઆત અપાવી. આ વિસ્ફોટક ઈનિંગ સાથે વૈભવે એક મોટો રેકોર્ડ બનાવ્યો. તેને 20 વર્ષની ઉંમર પહેલા IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ઈશાન કિશન અને રિષભ પંતને પાછળ છોડી દીધા.

20 વર્ષની ઉંમર પહેલા IPLમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન

વૈભવ સૂર્યવંશી - 35* છગ્ગા

ઈશાન કિશન - 30 છગ્ગા

રિષભ પંત - 30 છગ્ગા

તમને જણાવી દઈએ કે વૈભવ ફક્ત 15 વર્ષનો છે અને તેને 20 વર્ષ પૂર્ણ થવામાં હજુ લગભગ પાંચ વર્ષ બાકી છે. તેથી ભવિષ્યમાં તેનો રેકોર્ડ વધુ મોટો થઈ શકે છે, જેના કારણે કોઈપણ યુવા બેટ્સમેન માટે તેને તોડવો અત્યંત મુશ્કેલ બની જશે. આ લિસ્ટમાં સંજુ સેમસન (22 છગ્ગા) અને પૃથ્વી શો (19 છગ્ગા) જેવા નામો પણ સામેલ છે, પરંતુ વૈભવે તે બધાને લાંબા શોટથી પાછળ છોડી દીધા છે. તેના આક્રમક રમત અને નીડર વલણથી વૈભવે સ્પષ્ટ કરી દીધું છે કે તે ભવિષ્યનો મુખ્ય સ્ટાર બનવાના માર્ગે છે. આટલી નાની ઉંમરે આટલો રેકોર્ડ હાંસલ કરવો તેની પ્રતિભા અને આત્મવિશ્વાસનો પુરાવો છે.

આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: