IPL 2026માં રાજસ્થાન રોયલ્સના 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આરસીબી (RCB) સામે રમાયેલી મેચમાં રનનો એવો વરસાદ કર્યો કે ક્રિકેટ જગત સ્તબ્ધ થઈ ગયું છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વૈભવે માત્ર 26 બોલમાં 78 રનની તોફાની ઇનિંગ રમીને 5 મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે.

બીજી વાર 15 બોલમાં ફિફ્ટી

વૈભવે IPL ઈતિહાસમાં બીજી વખત માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી છે. આ સિઝનમાં જ તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે પણ 15 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ રીતે એક જ સીઝનમાં બે વખત સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે.

ટીનેજર તરીકે સૌથી મોટો સ્કોર

માત્ર 15 વર્ષની ઉંમરે 300ના સ્ટ્રાઈક રેટથી 78 રન બનાવવા એ એક મોટો રેકોર્ડ છે. આઈપીએલના ઈતિહાસમાં કોઈપણ ટીનેજર દ્વારા આ સૌથી વિસ્ફોટક વ્યક્તિગત સ્કોર છે.

પાવરપ્લેમાં ટીમનો રેકોર્ડ સ્કોર

વૈભવની તોફાની બેટિંગને કારણે રાજસ્થાન રોયલ્સે પ્રથમ 6 ઓવરમાં જ 97 રન બનાવી લીધા હતા. રાજસ્થાન રોયલ્સ માટે IPL ઈતિહાસમાં પાવરપ્લેનો આ સૌથી મોટો સ્કોર છે.

રન ચેઝમાં 15 વર્ષીય ખેલાડીનો હાઈ સ્કોર

RCB સામે 202 રનના લક્ષ્યનો પીછો (રન ચેઝ) કરતા વૈભવે 8 ફોર અને 7 સિક્સની મદદથી 78 રન બનાવ્યા છે. આ સાથે જ તે રન ચેઝમાં સૌથી વધુ રન બનાવનાર 15 વર્ષનો યુવા ખેલાડી બની ગયો છે.

જોશ હેઝલવુડની ઓવરમાં સૌથી વધુ રન

વૈભવે અનુભવી ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડને પણ ન છોડ્યો. તેણે હેઝલવુડની એક જ ઓવરમાં 19 રન (1 સિક્સ અને 3 ફોર) ફટકાર્યા હતા, જે હેઝલવુડની IPL કારકિર્દીની સૌથી મોંઘી ઓવરોમાંની એક છે.


આ પણ વાંચો - Vaibhav Suryavanshiની વિસ્ફોટક બેટિંગે IPL 2026માં હેઝલવુડ અને બુમરાહ જેવા દિગ્ગજ બોલરોને ધોયા