ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં ફક્ત 3 ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સહિત ચોથા સ્થાન માટે 5 ટીમો રેસમાં બાકી છે. KKRએ 20 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ 4 વિકેટથી જીતી હતી અને હવે તેના 13 મેચમાંથી કુલ 13 પોઈન્ટ છે, જેમાં 1 મેચ બાકી છે.

આ દરમિયાન KKR સ્પિન બોલર વરુણ ચક્રવર્તી હાલમાં ખૂબ ચર્ચાનો વિષય છે, જેનું મુખ્ય કારણ હેરલાઈન ફ્રેક્ચર હોવા છતાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં ભાગ લેવાનું છે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી આ અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે KKR ના સહાયક કોચ શેન વોટસને હવે વરુણ ચક્રવર્તીની પ્રશંસા કરતું નિવેદન બહાર પાડ્યું છે.

વરુણ ચક્રવર્તી ફિલ્ડિંગ કરતી વખતે થયો ઈજાગ્રસ્ત

IPL 2026માં દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન વરુણ ચક્રવર્તીને ફિલ્ડિંગમાં ઈજા થઈ હતી. RCB સામેની મેચ ગુમાવ્યા બાદ, KKR ના મુખ્ય કોચ અભિષેક નાયરએ ખુલાસો કર્યો કે તેમના પગની ઘૂંટીમાં ફ્રેક્ચર થયું છે. બધાએ ધાર્યું હતું કે વરુણ ચક્રવર્તી લાંબા સમય સુધી બહાર રહેશે, પરંતુ 16 મેના રોજ ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં તેમની વાપસીથી બધાને આશ્ચર્ય થયું.

KKRના સહાયક કોચ શેન વોટસને મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પછી વરુણ ચક્રવર્તીની પાર્ટનરશીપ અંગે એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહ્યું કે "મને તેના રિહૈબનો ચોક્કસ તબક્કો ખબર નથી, પરંતુ મને ખબર છે કે તે થોડી પીડા સાથે રમી રહ્યો છે. આ KKR માટે દરેક મેચ રમવાની તેની ઈચ્છા વિશે ઘણું કહે છે, અને વરુણ ચક્રવર્તીનું બોલિંગ ફોર્મ પણ સુધરી રહ્યું છે."

ફ્રેન્ચાઈઝી ખેલાડીઓની ઈજાઓ અને ફિટનેસનું ધ્યાન રાખે છે

19 મેના રોજ, બીસીસીઆઈ સેક્રેટરીએ પણ ઈજા છતાં વરુણ ચક્રવર્તીના રમવાના ચાલુ રાખવા અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમને જણાવ્યું હતું કે ફ્રેન્ચાઈઝી આઈપીએલ દરમિયાન ખેલાડીઓની ફિટનેસ અને ઈજા પ્રોફાઈલ પર નજર રાખે છે. બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સના ફિઝિયો પણ નિયમિતપણે ભારતીય ખેલાડીઓને ઈજાઓ અંગે અપડેટ આપે છે. જ્યારે આપણે આઈપીએલ દરમિયાન આ બાબતોમાં વધુ દખલ કરી શકતા નથી, જો ભારતીય ક્રિકેટ ટીમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોત, તો અમારું તેના પર વધુ સારું નિયંત્રણ હોત.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?