આજકાલ જ્યારે પણ ભારતીય સ્ટાર ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ક્યાંય જાય છે, ત્યારે તેમના માટે કેમેરાની નજરથી બચવું ખૂબ મુશ્કેલ બની જાય છે. હવે આ અંગે વિરાટ કોહલી તરફથી એક મોટું નિવેદન બહાર આવ્યું છે, જેમાં તેને કેમેરા દ્વારા સતત રેકોર્ડ થવાથી પોતાની અસ્વસ્થતા વ્યક્ત કરી છે.

IPL 2026 માં વિરાટ કોહલી અત્યાર સુધી બેટ સાથે શાનદાર ફોર્મમાં છે, જેમાં તાજેતરમાં ફ્રેન્ચાઈઝ દ્વારા તેનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં વિરાટ કોહલીએ ઘણા મુદ્દાઓ વિશે વાત કરી છે, જેમાં તેને કહ્યું છે કે તેને કેમેરા દ્વારા સતત ફોલો કરવામાં આવે તેની મર્યાદા નક્કી કરવી જોઈએ.

તમે જે કંઈ પણ કરી રહ્યા છો, તમે તેને કેમેરામાં કરવાનું શરૂ કરો છો કેદ

વિરાટ કોહલીએ RCB પોડકાસ્ટ પર મયંતી લેંગર સાથે વાત કરતા કહ્યું કે "તમે પ્રેક્ટિસ કરવા જાઓ છો કે તરત જ છ કેમેરા તમારો પીછો કરવા લાગે છે. આ કોઈપણ ખેલાડી માટે આરામદાયક પરિસ્થિતિ નથી. એક ખેલાડી તરીકે તમારે શાંતિથી તમારી રમત પર કામ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ."

https://twitter.com/_VK86/status/2055553353082622155

"જો તમે જે કંઈ કરો છો તે કેમેરામાં કેદ કરવામાં આવે, બતાવવામાં આવે અને તેનું એનાલિસિસ કરવામાં આવે, તો તમે જે રીતે કરવા માગો છો તે રીતે કરી શકતા નથી. હું પ્રેક્ટિસમાં જે કરવા માગુ છું તે કરી શકતો નથી કારણ કે મને ખબર છે કે જો તે રેકોર્ડ કરવામાં આવે, તો કાલે મારા પ્રેક્ટિસ સેશન વિશે ચર્ચા થશે."

આ બધી બાબતોની એક મર્યાદા હોવી જોઈએ

કેમેરા દ્વારા સતત રેકોર્ડિંગ અંગે વિરાટ કોહલીએ પોડકાસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે આ બધી બાબતોની એક મર્યાદા હોવી જોઈએ. તેને કહ્યું કે "મને લાગે છે કે આ બધી બાબતોની એક મર્યાદા હોવી જોઈએ, શું કોઈ ખેલાડી હંમેશા રેકોર્ડિંગમાં રહેવામાં આરામદાયક છે, કારણ કે મને લાગે છે કે આ એક એવો મુદ્દો છે જે સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે."

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?