IPL 2026 સીઝન દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં 18 વર્ષ પછી એક અનુભવી ખેલાડીએ ટીમ છોડી દીધી. વીડિયોમાં વિરાટ કોહલીની આંખો ભાવુક જોવા મળી હતી.


ફેન્સનું ધ્યાન વિરાટ કોહલીની ભાવુક આંખો તરફ છે, અને વીડિયોમાંથી કોહલીની ઈમોશનલ ક્ષણની ઈમેજ સોશિયલ મીડિયા પર શેર થવા લાગી. તમને જણાવી દઈએ કે કયા અનુભવી ખેલાડીએ ટીમ છોડી દીધી છે.

શેર કરાયેલા વીડિયોમાં જાહેરાત કરવામાં આવી છે કે હેડ ફિઝિયો ઈવાન સત્તાવાર રીતે ફ્રેન્ચાઈઝી છોડી ચૂક્યા છે. આ પ્રસંગે આખી ટીમે ઈવાનને વિદાય આપી. વિરાટ કોહલીએ તેમના માટે સ્પીચ પણ આપ્યું. ઈવાન 2008 થી 2025 સુધી બેંગલુરુનો ભાગ હતા.


એક યુગનો અંત

RCBએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "ઈવાન સ્પીચલી, એક યુગનો અંત આવ્યો છે. RCB માં તમારો વારસો હંમેશા યાદ રહેશે. ઈવાન સ્પીચલી 2008 થી 2025 સુધી 18 વર્ષ સુધી અમારા હેડ ફિઝિયો રહ્યા, તેઓ RCB ના OG માંના એક હતા. તેઓ એક ખાસ વિદાય સેરેમની માટે બેંગલુરુ આવ્યા હતા અને અમારા બધાની આંખોમાં આંસુ હતા! હંમેશા એક RCBian, ઈવાન."


IPL 2026માં બેંગલુરુનું પ્રભાવશાળી પ્રદર્શન

બેંગલુરુ વર્તમાન IPL 2026 સીઝનમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. ટીમે 9 લીગ મેચ રમી છે, જેમાંથી 6માં જીત મેળવી છે. RCB બાકીના 3માં હારી ગયું છે. ટીમના 12 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ +1.420 છે. આ આંકડાઓ સાથે RCB પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

RCBની આગામી મેચ

રજત પાટીદારની આગેવાની હેઠળની RCB આગામી 10મી લીગ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે 7 મે, ગુરુવારના રોજ રમશે. આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમ ખાતે રમાશે . આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: