IPL 2026નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ક્રિકેટ ફેન્સ 28 માર્ચથી શરૂ થતી IPLની રમત જોઈ શકશે. IPLની 19મી સીઝનની પહેલી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે જોરદાર મેચ થશે.
આ મેચમાં બધાની નજર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે. ગત સીઝનમાં RCBની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિરાટ કોહલી બેટથી પ્રદર્શન કરવા માટે ઉત્સુક રહેશે. તેની પાસે એક મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક હશે.
ક્રિસ ગેઈલ અને રોહિત શર્માની ક્લબમાં કરશે એન્ટ્રી
હકીકતમાં વિરાટ કોહલી IPL ઈતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનારા ટોપ 5 બેટ્સમેનમાં સામેલ છે. તે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. આ સિઝનમાં 9 વધુ છગ્ગા ફટકારવાથી વિરાટ કોહલી IPL ઈતિહાસમાં 300 છગ્ગા મારનાર બીજો ભારતીય અને કુલ ત્રીજો ખેલાડી બનશે. હાલમાં વિરાટ કોહલીએ 267 IPL મેચોની 259 ઈનિંગમાં 291 છગ્ગા ફટકાર્યા છે.
IPLના ઈતિહાસમાં ફક્ત 2 બેટ્સમેન જ 300થી વધુ છગ્ગા ફટકારી શક્યા છે. આમાં T20 દિગ્ગજ ક્રિસ ગેઈલ અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા સામેલ છે. ક્રિસ ગેઈલે IPLમાં 350 થી વધુ છગ્ગા ફટકાર્યા છે, જ્યારે રોહિતે 302 છગ્ગા ફટકાર્યા છે. તમને જણાવી દઈએ કે IPLમાં અત્યાર સુધી ફક્ત 5 બેટ્સમેન જ 250 થી વધુ છગ્ગા ફટકારવામાં સફળ રહ્યા છે. આમાં ત્રણ ભારતીય અને 2 વિદેશી ખેલાડીઓ સામેલ છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા બેટ્સમેન
ક્રિસ ગેલ – 357
રોહિત શર્મા - 302
વિરાટ કોહલી - 291
મહેન્દ્ર સિંહ ધોની – 264
એબી ડી વિલિયર્સ - 251
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. વિરાટ કોહલીએ 39.54 ની એવરેજ અને 132.85ના સ્ટ્રાઈક રેટથી 8,661 રન બનાવ્યા છે, જેમાં 8 સદી અને 63 અડધી સદી ફટકારી છે. કિંગ કોહલી IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટ્સમેન પણ છે, તેને 771 ચોગ્ગા ફટકાર્યા છે.
IPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
વિરાટ કોહલી – 8661
રોહિત શર્મા – 7046
શિખર ધવન – 6769
ડેવિડ વોર્નર – 6565
સુરેશ રૈના – 5528
એમએસ ધોની – 5439
આ પણ વાંચો: Suryakumar Yadav અને ફેમસ સિંગર શ્રેષા ઘોષાલનું શું છે ક્નેક્શન? જણાવ્યો એક રસપ્રદ કિસ્સો