વિરાટ કોહલીના IPL કરિયરમાં વધુ એક સુવર્ણ અધ્યાય જોડાઈ ગયો છે. વિરાટ કોહલીએ એક એવો રેકોર્ડ હાંસલ કર્યો છે જે દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના આ સ્ટાર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા દિગ્ગજોને પાછળ છોડીને IPL ઈતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યા છે.


રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહેલી IPL 2026 ની મેચમાં વિરાટ કોહલીએ મેદાનમાં ઉતરતાની સાથે જ નવો ઈતિહાસ રચી દીધો. વાસ્તવમાં આ વિરાટ કોહલીની 279મી IPL મેચ છે. આ સાથે તે IPLમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો.

આ પહેલા આ રેકોર્ડ સંયુક્ત રીતે એમએસ ધોની અને રોહિત શર્માના નામે હતો. એમએસ ધોનીએ 2008 થી 2025 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે કુલ 278 મેચ રમી હતી. જ્યારે રોહિત શર્માએ ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે કુલ 278 મેચ રમી હતી.

IPLમાં સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓ

279 - વિરાટ કોહલી

278 - રોહિત શર્મા

278 - એમએસ ધોની

265 - રવિન્દ્ર જાડેજા

257 - દિનેશ કાર્તિક

કિંગ કોહલીનો આ રેકોર્ડ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેને પોતાની બધી 279 IPL મેચ ફક્ત એક જ ટીમ RCB માટે રમી છે. તે એકમાત્ર ખેલાડી છે જેને એક જ ફ્રેન્ચાઈઝી માટે બધી 19 IPL સીઝન રમી છે. વિરાટ કોહલી પછી સુનીલ નારાયણનું નામ એવા ખેલાડીઓના લિસ્ટમાં આવે છે જેને એક જ ટીમ માટે સૌથી વધુ IPL મેચ રમી છે. સુનીલ નારાયણે કોલકાતા નાઈટ રાઈડર્સ અથવા KKR માટે 199 મેચ રમી છે. વિરાટ હવે આગામી સિઝનમાં 300 IPL મેચ રમવા પર નજર રાખી રહ્યો છે.

IPLમાં એક જ ટીમ માટે સૌથી વધુ મેચ રમનારા ખેલાડીઓ

વિરાટ કોહલી (RCB) - 279

સુનીલ નારાયણ (KKR) - 199

કિરોન પોલાર્ડ (MI) - 189

જસપ્રીત બુમરાહ (MI) – 156

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી IPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેની નજીક કોઈ નથી. તેને 39.64 ની એવરેજ અને 133.90 ના સ્ટ્રાઈક રેટથી 9,040 રન બનાવ્યા છે. વિરાટ કોહલી પછી, રોહિત શર્મા બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. રોહિત શર્માએ અત્યાર સુધી IPLમાં 7,289 રન બનાવ્યા છે. શિખર ધવન 6,768 રન સાથે ત્રીજા નંબરે છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: