IPL 2026માં ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ 1 જ ઓવરમાં સતત 5 ચોગ્ગા ફટકારીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટની આ એકમાત્ર સિદ્ધિ નથી. IPLમાં વિરાટની વધુ એક સિદ્ધિ છે. ક્રિકેટના કિંગ કહેવાતા વિરાટ કોહલી ભારતીય ધરતી પર 8,000 IPL રન પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. ચિત્તા જેવી ઝડપથી દોડતા આ ખેલાડીએ સાબિત કર્યું છે કે તે ભારતીય ટીમનો જ નહીં દુનિયાનો શ્રેષ્ઠ બેટસમેન છે.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટનો મોટો રેકોર્ડ

ગુરુવારે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે રમતી વખતે, કોહલીએ આઈપીએલમાં વધુ રન કરવાનો ઇતિહાસ રચ્યો. GT સામેની મેચ પહેલા વિરાટને 8000ના આ જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે ફક્ત 12 રનની જરૂર હતી. ત્યારે કાગીસો રબાડાના બોલ પર ચોગ્ગાનો વરસાદ કરીને વિરાટે ઇનિંગની બીજી ઓવરમાં જ આ સિદ્ધિ હાંસલ કરી લીધી. 28 રનની તેની ટૂંકી પરંતુ આક્રમક ઇનિંગ દરમિયાન, કોહલીએ રબાડાની એક જ ઓવરમાં પાંચ બાઉન્ડ્રી ફટકારીને સનસનાટી મચાવી દીધી.

IPLમાં વિરાટની મોટી સિદ્ધિ

8000 રન બનાવી વિરાટ કોહલીએ મોટી સિદ્ધિ મેળવી. વિરાટ પહેલા IPLમાં વધુ રન કરનાર ભારતીય ખેલાડીની યાદીમાં રોહિત શર્મા (6,274 રન) બીજા ક્રમે છે, તે કોહલીથી ઘણા દૂર છે. જ્યારે અન્ય મહાન બેટ્સમેન 5,000 અને 6,000 રનના આંકડા સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે 232 ઇનિંગ્સમાં 8,016 રન સાથે કોહલી એક અલગ જ શ્રેણીમાં છે. શિખર ધવન, ડેવિડ વોર્નર અને સુરેશ રૈના જેવા દિગ્ગજોને પાછળ છોડીને, કોહલીએ દર્શાવ્યું છે કે ભારતીય ભૂમિ પર તેનું બેટિંગ પ્રભુત્વ અટલ છે.

ભારતમાં સૌથી વધુ IPL રન (ઇનિંગ્સ)

વિરાટ કોહલી - ૮,૦૧૬ (૨૩૨)*

રોહિત શર્મા - ૬,૨૭૪ (૨૩૭)

શિખર ધવન – 5,819 (187)

ડેવિડ વોર્નર – ૫,૬૮૯ (૧૬૪)

સુરેશ રૈના – ૪,૯૫૮ (૧૮૧)


આ પણ વાંચો : Bhuvneshwar Kumarનું શાનદાર પ્રદર્શન, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો

  • Follow us on: