IPL 2026માં 9 મેનો દિવસ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા 27 વર્ષનો ઉર્વિલ પટેલનો હતો, જેને લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં એક એવી ઈનિંગ રમી જેને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
પોતાની ઈનિંગના પહેલા 8 બોલમાં 6 છગ્ગા ફટકારનાર ઉર્વિલ માત્ર 13 બોલમાં જ પોતાની ફિફ્ટી પૂર્ણ કરી ચૂક્યો હતો અને 65 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો ત્યાં સુધીમાં મેચ સંપૂર્ણપણે એકતરફી બની ગઈ હતી. સ્ટેડિયમમાં હાજર ફેન્સ ઉર્વિલની ઈનિંગનો ભરપૂર આનંદ માણી રહ્યા હતા, ત્યારે વિરાટ કોહલી પણ રાયપુરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા ટીવી પર ઉર્વિલની ઈનિંગ જોતો જોવા મળ્યો હતો.
ડગઆઉટમાં ઉર્વિલની ઈનિંગ જોઈ રહ્યો હતો વિરાટ કોહલી
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 10 મેના રોજ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે. આ મેચ શરૂ થાય તે પહેલાં જ્યારે ઉર્વિલ પટેલ ચેન્નાઈમાં CSK અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે વિરાટ કોહલી મુંબઈ સામેની મેચ પહેલા ડગઆઉટમાં ટીવી પર ઉર્વિલ પટેલની ઈનિંગ જોઈ રહ્યો હતો.
આ ઘટનાનો વીડિયો હવે વાયરલ થયો છે. આ વીડિયોમાં વિરાટ ટીવી સામે ઊભો રહે છે, પાણી પીતો હોય છે અને ઉર્વિલના શોટ્સ ખૂબ જ ધ્યાનથી જોતો જોવા મળે છે.
વિરાટ અને રોહિતે ધોનીની બરાબરી કરી
રાયપુર સ્ટેડિયમમાં રમાઈ રહેલી RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચની વાત કરીએ તો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ એમએસ ધોનીના મોટા રેકોર્ડની બરાબરી કરી છે, જે IPL ઈતિહાસમાં સૌથી વધુ કેપ રમનારા ખેલાડીઓમાં સંયુક્ત રીતે સ્થાન મેળવ્યું છે. ત્રણેય દિગ્ગજ ખેલાડીઓએ IPLમાં 278 મેચ રમી છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?