બુધવારે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2026ની 14મી મેચ રમાઈ રહી છે. આ મેચમાં વોશિંગ્ટન સુંદરના બેટે ધૂમ મચાવી. સુંદરને ભારતના બેસ્ટ ઓલરાઉન્ડરોમાંથી એક માનવામાં આવે છે, પરંતુ IPLમાં તેની પહેલી અડધી સદી સુધી પહોંચવામાં તેને 10 વર્ષ લાગ્યા. 68 મેચ અને 48 ઈનિંગ પછી સુંદરે આખરે અડધી સદીનું સેલિબ્રેશન કર્યું.


વોશિંગ્ટન સુંદરે દિલ્હી કેપિટલ્સ સામે 32 બોલમાં 55 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ ઈનિંગ માત્ર અડધી સદી જ ન હતી, પરંતુ વોશિંગ્ટન સુંદર માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે .

તેની સમગ્ર IPL કરિયર દરમિયાન વોશિંગ્ટન સુંદરને બેટિંગની પૂરતી તકો મળી નથી, અને જ્યારે તેને મળી છે, ત્યારે તે તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યો નથી.

વોશિંગ્ટન સુંદરની ધમાકેદાર ફિફ્ટી

તેનો અગાઉનો સૌથી વધુ IPL સ્કોર 49 રન હતો, જે તેને ગયા સિઝનમાં બનાવ્યો હતો. વોશિંગ્ટન સુંદર 2017માં પહેલી વાર IPL રમ્યો હતો, પરંતુ તેને ક્યારેય ફિફ્ટી ફટકારી ન હતી. સુંદર IPL માં 4 ટીમો માટે રમી ચૂક્યો છે અને અત્યાર સુધીમાં કુલ 588 રન બનાવી ચૂક્યો છે.


આ ઈનિંગની ખાસ વાત એ હતી કે શુભમન ગિલ સાથે તેની 103 રનની પાર્ટનરશીપ થઈ. શુભમન ગિલે અડધી સદી પણ ફટકારી અને સાથે મળીને બંને બેટ્સમેનોએ મેચનો રસ્તો બદલી નાખ્યો.

વોશિંગ્ટન સુંદરે મચાવી ધૂમ

સુંદરની ઈનિંગને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. શરૂઆતમાં તેને ફક્ત 12 બોલમાં લગભગ 29 રન બનાવ્યા. પછી તેને થોડો સમય લીધો અને આગામી 16 બોલમાં 15 રન બનાવ્યા. પછી અંતિમ તબક્કામાં તેને ફરીથી ઝડપથી સ્કોર કરવાનું શરૂ કર્યું. ગુજરાત ટાઈટન્સે આખરે 4 વિકેટે 210 રનનો જંગી સ્કોર બનાવ્યો. આ સ્કોર મજબૂત ગણાતા બોલિંગ આક્રમણ સામે આવ્યો.

આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો


  • Follow us on: