IPL 2026ની 13મી મેચમાં રાજસ્થાન રોયલ્સના યુવા સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ગુવાહાટીમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ધૂમ મચાવી દીધી છે. વરસાદને કારણે ટોસ મોડો થયો અને મેચ 11 ઓવરની કરવામાં આવી.
મેચ ટૂંકી થવાને કારણે યશસ્વી જયસ્વાલે પહેલા જ બોલથી મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સને હેરાન કર્યા. માત્ર યશસ્વી જયસ્વાલ જ નહીં પરંતુ વૈભવ સૂર્યવંશીએ પણ વિસ્ફોટક બેટિંગ કરી. આ સાથે મળીને તેઓએ મુંબઈના ઘાતક બોલરોનો સામનો કર્યો અને માત્ર 5 ઓવરમાં 80 રન બનાવ્યા.
યશસ્વી જયસ્વાલે હાંસલ કરી એક મોટી સિદ્ધિ
વૈભવ આક્રમક રમત રમ્યો, 14 બોલમાં 39 રન બનાવ્યા અને પાંચમી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો. વૈભવના આઉટ થયા પછી પણ જયસ્વાલે બેટથી ધૂમ મચાવી, 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ દરમિયાન મુંબઈના બોલરો લાચાર દેખાતા હતા. તેને માત્ર 32 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સહિત અણનમ 77 રન બનાવ્યા. આ તોફાની ઈનિંગ દરમિયાન યશસ્વી જયસ્વાલે એક મોટી સિદ્ધિ હાંસલ કરી.
4 છગ્ગા ફટકારીને યશસ્વી જયસ્વાલે રાજસ્થાન રોયલ્સ માટે 100 છગ્ગા ફટકાર્યા. આ પહેલા સંજુ સેમસન, જોસ બટલર અને શેન વોટસન રાજસ્થાન માટે 100 છગ્ગા ફટકારી ચૂક્યા છે. નાની ઉંમરે આવી આક્રમકતા અને સાતત્ય દર્શાવીને યશસ્વી જયસ્વાલે સાબિત કર્યું છે કે તે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટના સૌથી મોટા સ્ટાર્સમાંથી એક બનવાનું નક્કી છે.
રાજસ્થાન માટે 100 થી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેન
સંજુ સેમસન - 192
જોસ બટલર - 135
શેન વોટસન - 109
યશસ્વી જયસ્વાલ - 100
રાજસ્થાને 11 ઓવરમાં 150 રન બનાવ્યા
યશસ્વી જયસ્વાલે ઈનિંગની શરૂઆતથી જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેને દીપક ચહર સામે પહેલી ઓવરમાં 22 રન બનાવીને મેચનો સૂર સેટ કર્યો હતો. જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા અનુભવી બોલરો પણ તેની આક્રમક બેટિંગનો સામનો કરી શક્યા ન હતા. મુંબઈ ઈન્ડિયન્સ માટે અલ્લાહ ગઝનફરે 2 વિકેટ લીધી, પરંતુ જયસ્વાલે અંત સુધી ટકી રહ્યો અને ટીમને 150/3ના મજબૂત સ્કોર સુધી પહોંચાડી.
આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો