IPL 2026 માટે રીટેન્શન પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ છે અને બધી ટીમોએ તેમના રીટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. IPL રીટેન્શન પ્રોસેસ પૂર્ણ થયા પછી ફેન્સ જાણવા ઉત્સુક હતા કે ક્યારે અને ક્યાં થશે. IPLએ હવે આ સવાલનો જવાબ આપી દીધો છે. IPL પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે IPL 2026 માટે મીની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે.


ઓક્શન માટે કુલ 77 જગ્યાઓ ખાલી

IPL 2026 રિટેન્શન ઓક્શનમાં બધી ટીમો દ્વારા કુલ 173 ખેલાડીઓને રિટેન રાખવામાં આવ્યા છે, જેમાં 49 વિદેશી ખેલાડીઓનો સામેલ છે. કુલ 77 ખેલાડીઓના સ્થાન માટે 237.55 કરોડ રૂપિયાનું સંયુક્ત ભંડોળ ઉપલબ્ધ થશે. દરેક ટીમ વધુમાં વધુ 25 ખેલાડીઓને રિટેન કરી શકાય છે.

KKR પાસે સૌથી મોટું પર્સ છે

કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 64.3 કરોડ રૂપિયાનું ભંડોળ હશે, જે 10 ટીમોમાં સૌથી મોટું છે, જે 6 વિદેશી સ્થાનો સહિત મહત્તમ 13 સ્થાનો ભરવાના છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે મહત્તમ 9 ઉપલબ્ધ સ્થાનો ભરવા માટે 43.4 કરોડ રૂપિયા છે. IPL રીટેન્શન પછી KKR પાસે સૌથી વધુ ભંડોળ છે, તેથી તેઓ સૌથી વધુ બોલી લગાવે તેવી અપેક્ષા છે.


KKR એ મોટા ખેલાડીઓને રિલીઝ કર્યા

KKRએ વેંકટેશ ઐયર અને આન્દ્રે રસેલ જેવા મોંઘા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. ટીમે ક્વિન્ટન ડી કોક અને મોઈન અલીને પણ ટીમમાંથી બહાર કરી દીધા છે. KKR એ ટીમને ફરીથી બનાવવી પડશે. અજિંક્ય રહાણે, મનીષ પાંડે, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને અંગક્રિશ રઘુવંશીને રિટેન કરવામાં આવ્યા છે. ગયા સિઝનમાં અજિંક્ય રહાણેએ KKR ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ ટીમે તેમના નેતૃત્વ હેઠળ સારું પ્રદર્શન કર્યું ન હતું.

મુંબઈમાં સૌથી ઓછા પૈસા વધ્યા છે

IPL રીટેન્શન પછી કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી વધુ પૈસા બાકી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી ઓછા પૈસા છે. મુંબઈની ટીમ પાસે હાલમાં 2.75 કરોડ રૂપિયા બાકી છે. તેથી મીની ઓક્શનમાં KKR સૌથી વધુ બોલી લગાવનાર ટીમ હોવાની અપેક્ષા છે.

  • Follow us on: