છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજકીય તણાવ વધ્યો છે. બંને દેશોના ક્રિકેટ બોર્ડ આમને-સામને છે અને હજી સુધી આ નિર્ણય થઈ શક્યો નથી કે બાંગ્લાદેશ 2026ની T20 વર્લ્ડ કપ રમવા ભારત આવશે કે નહીં. કોઈ શંકા નથી કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) માટે BCCI સાથે ટક્કર લેવી ભારે પડી શકે છે. તેનું મુખ્ય કારણ વૈશ્વિક ક્રિકેટમાં BCCIનો પ્રભાવ છે. આ વિવાદ હજી સુધી ઉકેલાયો નથી, પરંતુ તે પહેલા જાણો કે ભારત અને બાંગ્લાદેશના ક્રિકેટ બોર્ડની નેટવર્થમાં કેટલો મોટો તફાવત છે.


BCCIની નેટવર્થ

BCCI દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની નેટવર્થ અંદાજે 18,700 કરોડ રૂપિયા છે. થોડા અઠવાડિયા પહેલા ક્રિકબઝના રિપોર્ટમાં જણાવાયું હતું કે BCCIને 2025-26 નાણાકીય વર્ષમાં કુલ 8,963 કરોડ રૂપિયાની આવક થવાની આશા છે.

IPLમાંથી BCCIની મોટી કમાણી

BCCIને ICC પાસેથી રેવન્યૂ શેર મળે છે. આ ઉપરાંત બ્રોડકાસ્ટિંગ રાઇટ્સથી પણ ભારતીય બોર્ડને મોટી આવક થાય છે. BCCIએ 2023થી 2028 સુધીના મીડિયા રાઇટ્સ વાયાકોમ 18 મીડિયા પ્રાઇવેટ લિમિટેડને આપ્યા છે, જે ડીલ 5,963 કરોડ રૂપિયામાં થઈ હતી. ઉપરાંત સ્પોન્સરશિપ અને IPLમાંથી પણ BCCIને મોટી કમાણી થાય છે.

BCCIની સામે BCB ક્યાં?

બીજી તરફ, મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની નેટવર્થ લગભગ 458 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જો BCCI સાથે તુલના કરીએ તો ભારતીય ક્રિકેટ બોર્ડ બાંગ્લાદેશની સરખામણીમાં લગભગ 41 ગણી વધુ સંપત્તિ ધરાવે છે. જ્યાં એક તરફ BCCIને ICCની કુલ આવકમાંથી 38 ટકાથી વધુ હિસ્સો મળે છે, ત્યાં બાંગ્લાદેશ બોર્ડને માત્ર આશરે 4.4 ટકા હિસ્સો મળે છે.

BCCIની તુલનામાં BCBની કમાણી ઘણી ઓછી!

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) પણ BCBની આવકનું એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. અન્ય દેશોના ક્રિકેટ બોર્ડની જેમ BCB પણ બ્રોડકાસ્ટિંગ અને સ્પોન્સરશિપ ડીલ્સમાંથી સારી આવક કરે છે. કુલ કમાણીમાં મર્ચેન્ડાઇઝ વેચાણ પણ નાનો પરંતુ મહત્વનો ફાળો આપે છે. રિપોર્ટ્સ મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગયા નાણાકીય વર્ષે આશરે 350થી 400 કરોડ રૂપિયાની આવક મેળવી હતી, જે BCCIની તુલનામાં ઘણું ઓછું છે.

આ પણ વાંચો- Amitabh Bachchanની આ હિરોઈને મામાના દીકરા સાથે કર્યા હતા લગ્ન, થયો દર્દનાક અંત, મોત સમયે હતી પ્રેગ્નેન્ટ!

  • Follow us on: