ક્રિકેટના મેદાનમાં અત્યાર સુધી જે કામ કોઈ પુરૂષ કે મહિલા ખેલાડી નથી કરી શકી, તે પરાક્રમ બ્રાઝિલની 21 વર્ષીય ફાસ્ટ બોલર લૌરા કાર્ડોસોએ કરી બતાવ્યું છે. લૌરાએ લેસોથો સામેની T20 ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 3 ઓવરમાં 4 રન આપીને 9 વિકેટ ઝડપીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
9 વિકેટ લેનારી દુનિયાની પહેલી ખેલાડી બની
બ્રાઝિલની ફાસ્ટ બોલર લૌરા કાર્ડોસોએ 9 એપ્રિલના રોજ ઈતિહાસ રચી દીધો છે. તે કોઈપણ T-20 ઈન્ટરનેશનલ મેચમાં 9 વિકેટ લેનારી દુનિયાની પહેલી ખેલાડી (પુરૂષ કે મહિલા) બની ગઈ છે. 21 વર્ષની આ ઓલરાઉન્ડરે લેસોથો સામે બોત્સ્વાનામાં રમાયેલી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. લૌરા કાર્ડોસોએ 3 ઓવરમાં માત્ર 4 રન આપીને 9 વિકેટ ઝડપી હતી.













