ફ્રેન્ચાઈઝ આધારિત T20 લીગ ઘણા દેશોમાં T20 ફોર્મેટમાં રમાય છે, જેમાં શ્રીલંકામાં રમાઈ રહેલી લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝન માટે પ્લેયર્સ ડ્રાફ્ટ સિસ્ટમ અંગે એક નિયમ સામે આવ્યો છે, જેની ભારે ટીકા થઈ રહી છે. લંકા પ્રીમિયર લીગની છઠ્ઠી સીઝન માટે રજિસ્ટ્રેશન કરાવનારા ખેલાડીઓ અંગેના કેટલાક નિયમો 9 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.
શ્રીલંકા ક્રિકેટને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો
જેમાં એક નિયમ તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા સાથે પણ સંબંધિત હતો અને તેમાં કોઈપણ ખેલાડી જેના ફોલોઅર્સ 2,50,000થી વધુ હશે તેને આઈકોન અને સ્ટાર કેટેગરીમાં સ્થાન મળશે. આ નિયમ સામે આવ્યા બાદ શ્રીલંકા ક્રિકેટને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
શ્રીલંકા ક્રિકેટે થોડા કલાકોમાં જ નિયમ દૂર કરી દીધો
મળતી માહિતી મુજબ લંકા પ્રીમિયર લીગના પ્લેયર્સ ડ્રાફ્ટ સિસ્ટમમાં રજૂ કરાયેલા ફોલોઅર્સ નિયમની આકરી ટીકાને જોતાં શ્રીલંકા ક્રિકેટે આ નિયમ પાછો ખેંચી લીધો છે અને અગાઉના નિયમો ફરીથી લાગુ કર્યા છે. લંકા પ્રીમિયર લીગમાં રજૂ કરાયેલા સોશિયલ મીડિયા ફોલોઅર્સ નિયમમાં આઈકોન ખેલાડી બનવા માટે 2.5 લાખ ફોલોઅર્સ હોવા જોઈએ.
આ સિવાય આઈકોન કેટેગરીમાં સામેલ થવા માટે વિદેશી ખેલાડીએ ઓછામાં ઓછી 75 T20 આંતરરાષ્ટ્રીય મેચ અને ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં 100 મેચ રમી હોવી જોઈએ, આ સાથે તેણે છેલ્લા 18 મહિનામાં ઓછામાં ઓછી 30 મેચ રમી હોવી જોઈએ.
LPLના ઈન્સ્ટાગ્રામ પર 1,00,000થી ઓછા ફોલોઅર્સ
પ્લેયર ડ્રાફ્ટ સિસ્ટમમાં સોશિયલ મીડિયા ફોલોઅર નિયમને લઈને ટીકાનો સામનો કરી રહેલી LPLના ઈન્સ્ટાગ્રામ પર જ 1,00,000થી ઓછા ફોલોઅર્સ છે. શ્રીલંકા ક્રિકેટે છઠ્ઠી સીઝન માટે વિવિધ કેટેગરીઓમાં ખેલાડીઓ માટે વળતરમાં સુધારો કર્યો છે. આઈકોન અને સ્ટાર ખેલાડીઓને હવે 60,000થી 80,000 યુએસ ડોલર મળશે, જ્યારે પ્લેટિનમ કેટેગરીમાં ખેલાડીઓને મહત્તમ 50,000 યુએસ ડોલર મળશે.
વધુમાં ગોલ્ડ અને ક્લાસિક કેટેગરીમાં ખેલાડીઓને 30,000થી 20,000 યુએસ ડોલર મળશે. લીગમાં ભાગ લેવા માટે વિદેશી ખેલાડીઓએ 18 મે સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. LPLની છઠ્ઠી સીઝન જુલાઈના અંતમાં શરૂ થવાની ધારણા છે.
આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?