પાકિસ્તાન ક્રિકેટમાં કોઈ વિવાદ ન ચાલુ રહે તે અશક્ય છે અને હવે મોહમ્મદ રિઝવાનને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. થોડા સમય પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોહમ્મદ રિઝવાનને ODI ટીમના કેપ્ટન પદ પરથી દૂર કર્યા હતા અને તેની જગ્યાએ શાહીન આફ્રિદીને નિયુક્ત કર્યો હતો.
વિકેટકીપર-બેટ્સમેન મોહમ્મદ રિઝવાને PCB દ્વારા ઓફર કરાયેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર સાઈન કરવાની ના પાડી દીધી છે, જેના કારણે મોહમ્મદ રિઝવાન જે અગાઉ A કેટેગરીમાં સામેલ હતો, તેને તે સિરીઝમાંથી દૂર કરવામાં આવ્યો છે અને તેને B કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે.
રિઝવાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર સાઈન કરતા પહેલા બોર્ડ સમક્ષ મૂકી કેટલીક શરતો
મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાની વિકેટકીપર મોહમ્મદ રિઝવાને કેટેગરી Bમાં મૂક્યા બાદ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર સાઈન કરવાની ના પાડી દીધી છે. સૂત્રના જણાવ્યા મુજબ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સમાવિષ્ટ 30 ખેલાડીઓમાંથી રિઝવાન એકમાત્ર ખેલાડી છે જેણે કોન્ટ્રાક્ટ પર સાઈન કરી નથી.
નવા કોન્ટ્રાક્ટ ઓફર કરતી વખતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને પ્રતિષ્ઠિત કેટેગરી Aમાંથી દૂર કર્યો, જે અગાઉ ફક્ત બાબર આઝમ, રિઝવાન અને શાહીન શાહ આફ્રિદીને ઓફર કરવામાં આવતી હતી. આ વખતે આ ત્રણ અનુભવી ખેલાડીઓ સહિત 10 ખેલાડીઓને કેટેગરી Bમાં મૂકવામાં આવ્યા છે. પરંતુ મોહમ્મદ રિઝવાને તાજેતરમાં બોર્ડને સ્પષ્ટ કર્યું છે કે જો બોર્ડ તેમની કેટલીક ફરિયાદોને દૂર કરશે તો જ તે કોન્ટ્રાક્ટ પર સાઈન કરશે.
રિઝવાનને પહેલાની જેમ A કેટેગરીમાં રાખવા કરી વિનંતી
મોહમ્મદ રિઝવાને વિનંતી કરી છે કે PCB દ્વારા રજૂ કરાયેલા નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં તેમને અને અન્ય સિનિયર ખેલાડીઓને પહેલાની જેમ A કેટેગરીમાં મૂકવામાં આવે. તેને એમ પણ કહ્યું છે કે કોઈને પણ કેપ્ટન તરીકે નિયુક્ત કરતી વખતે બોર્ડે તેમને સ્પષ્ટ મુદત અને તેમનું આયોજન પૂર્ણ કરવા માટે સમય આપવો જોઈએ. રિઝવાન ઈચ્છે છે કે PCB તેમને ટીમમાં તેમની ભૂમિકા અને સ્થાન વિશે સ્પષ્ટપણે જણાવે. આ શરતોને લઈને એક સૂત્રએ રિઝવાનને જણાવ્યું હતું કે તેની માગણીઓ તેને ODI ટીમના કેપ્ટન પદ પરથી દૂર કરવા માટે આવી છે.