સુપરસ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાં વાપસી માટે સતત ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છે. આ દરમિયાન મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સારું પ્રદર્શન કરવા છતાં ટીમ ઈન્ડિયામાં સ્થાન સુરક્ષિત કરવામાં અસમર્થ રહ્યો છે.
ન્યુઝીલેન્ડ સામેની મેચ માટે તાજેતરમાં પસંદ કરાયેલી ટીમમાં મોહમ્મદ શમીને સામેલ કરવામાં આવ્યો ન હતો. આ સિવાય મોહમ્મદ શમીના પર ફરવાના કોઈ સંકેતો દેખાતા નથી. મોહમ્મદ શમીએ 2025-26 વિજય હજારે ટ્રોફીમાં વધુ એક મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
મોહમ્મદ શમીનું શાનદાર પ્રદર્શન
હૈદરાબાદ સામેની મેચમાં મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 70 રન આપ્યા, જેમાં એક મેડન ઓવર પણ સામેલ છે અને 3 વિકેટ લીધી. હૈદરાબાદે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા, જેમાં અમન રાવ પેરેલાએ અણનમ 200 રન બનાવ્યા. આ મેચમાં મોહમ્મદ શમી બંગાળ માટે મુખ્ય ખેલાડી સાબિત થયો. તેના બોલિંગ પ્રદર્શને હૈદરાબાદને 400 રન બનાવતા અટકાવ્યું.
મોહમ્મદ શમીએ વિજય હજારે ટ્રોફી 2025-26માં અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં 14 વિકેટ લીધી છે. બંગાળને મોહમ્મદ શમીના વ્યાપક અનુભવનો ફાયદો થઈ રહ્યો છે.
મોહમ્મદ શમીએ મચાવી ધૂમ
મોહમ્મદ શમી છેલ્લે ટીમ ઈન્ડિયા માટે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમ્યો હતો, જ્યાં તેને સારું પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં તેને ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ મોહમ્મદ શમીએ 2025-26 રણજી ટ્રોફીમાં અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. તેને 2025માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ શાનદાર બોલિંગ કરી હતી. ઘરેલુ ક્રિકેટ પછી મોહમ્મદ શમી હવે IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો: Team Indiaનો સ્ટાર ખેલાડી રન બનાવવા કરી રહ્યો છે સંઘર્ષ