મોહમ્મદ શમીની લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ નથી. તે ઈજાને કારણે બહાર હતો અને રણજી ટ્રોફી 2025-26માં તેણે વાપસી કરી હતી. પ્રથમ ત્રણ મેચમાં 15 વિકેટ લેવા છતાં, BCCIએ તેને સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ કર્યો ન હતો. આ કારણે, મોહમ્મદ શમીના બાળપણના કોચ મોહમ્મદ બદરુદ્દીન ખૂબ ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા. તેમણે BCCI પર શમીને જાણી જોઈને ટીમ ઈન્ડિયાની બહાર રાખવાનો આરોપ લગાવ્યો.


સિલેક્ટરોએ શમીની અવગણના કરી રહ્યા છે

શમીના અંગત કોચ, મોહમ્મદ બદરુદ્દીને, એક ઈન્ટરવ્યૂમાં BCCI પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે તેઓ શમીને પસંદ ન કરવા માટે વિવિધ બહાના આપી રહ્યા છે, ભલે તે ફિટ હોય. તેમણે કહ્યું, તેઓ શમીને અવગણી રહ્યા છે, અને તે સ્પષ્ટ છે. મારા મતે, તેને પસંદ ન કરવાનું કોઈ કારણ નથી. તે અનફિટ નથી. તે ટેસ્ટ મેચ રમી રહ્યો છે અને ત્રણ મેચમાં 15 રન બનાવી ચૂક્યો છે. સિલેક્ટરોએ જાણી જોઈને તેને અવગણી રહ્યા છે. ફક્ત તેઓ જ સમજાવી શકે છે કે તેઓ આવું કેમ કરી રહ્યા છે.


સિલેક્ટરોએ કદાચ શમી વિશે પોતાનું મન બનાવી લીધું હશે

મોહમ્મદ બદરુદ્દીને એમ પણ કહ્યું કે સિલેક્ટરોએ હવે શમીની પસંદગી ન કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું, તેઓએ હવે શમીની પસંદગી ન કરવાનો નિર્ણય લીધો છે, અને આ સંપૂર્ણપણે ખોટું છે. જ્યારે તમે ટેસ્ટ ટીમની પસંદગી કરો છો, ત્યારે તે રણજી ટ્રોફીમાં પ્રદર્શનના આધારે હોવી જોઈએ. જો તમે T20ના આધારે ટેસ્ટ ટીમની પસંદગી કરો છો, તો તે યોગ્ય નથીઅહીં એવું લાગે છે કે નિર્ણય પહેલાથી જ નક્કી થઈ ગયો છે. તેની ફિટનેસ ફક્ત એક બહાનું છે. તેને અયોગ્ય કહેવું અથવા એમ કહેવું કે તેને મેચ પ્રેક્ટિસની જરૂર છે. તેમની પાસે પહેલાથી જ એક યોજના છે કે તેઓ કોને પસંદ કરવા માગે છે અને કોને પસંદ કરવા માગતા નથી.


  • Follow us on: