ન્યુઝીલેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર થેમસિન ન્યૂટને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ જાહેર કરી છે. તે છેલ્લા ચાર વર્ષથી ટીમની બહાર હતી અને હવે તેણે પોતાના કરિયર પર પૂર્ણવિરામ મૂકવાનો નિર્ણય લીધો છે.
થેમસિન ન્યૂટન 2016 ના T20 વર્લ્ડકપ અને 2017 ના વનડે વર્લ્ડ કપ માટે ન્યુઝીલેન્ડ ટીમની ભાગ હતી. હવે તેના 14 વર્ષના લાંબા કરિયરનો અંત આવી ગયો છે.
થેમસિન ન્યૂટને 2015 માં T20I માં કર્યું હતું ડેબ્યૂ
થેમસિન ન્યૂટન ટોપ ઓર્ડરમાં રમી રહી છે. આ સિવાય તે મીડિયમ ફાસ્ટ બોલિંગ પણ કરતી હતી. તેને વર્ષ 2015 માં ન્યુઝીલેન્ડ માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને વર્ષ 2021 માં તેને છેલ્લી મેચ રમી હતી. આ દરમિયાન તેણે કુલ 15 મેચ રમી હતી, જેમાં તેણે 9 વિકેટ લીધી હતી અને 22 રન બનાવ્યા હતા.
થેમસિન ન્યૂટને વનડે ક્રિકેટમાં રમી હતી ફક્ત 10 મેચ
થેમસિન ન્યૂટને 2016 માં ન્યુઝીલેન્ડ માટે ODI માં એન્ટ્રી કરી હતી. આ પછી તેને તે જ વર્ષે પાકિસ્તાન સામેની ODI મેચમાં તેની પહેલી પાંચ વિકેટ લીધી. તેને તે મેચમાં 19 રન બનાવ્યા અને તેણે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો. 10 ODI મેચોમાં તેને કુલ 11 વિકેટ લીધી અને 57 રન બનાવ્યા. ખરાબ ફોર્મને કારણે તે ટીમની અંદર અને બહાર રહી છે.
વેલિંગ્ટન ટીમ સાથે ચાર વખત સુપર સ્મેશ ટાઈટલ જીત્યું
ઘરેલુ ક્રિકેટમાં તેનું કરિયર ખૂબ લાંબી ન હોવા છતાં તેનું કરિયર સારું રહ્યું. તેને 2011-12 માં વેલિંગ્ટન સાથે તેના ઘરેલુ કરિયરની શરૂઆત કરી હતી અને 2014 થી 2018 સુધી કેન્ટરબરીમાં હતી. તેણે વેલિંગ્ટન સાથે ચાર વખત સુપર સ્મેશ ટાઈટલ પણ જીત્યું. તેણે WBBL 2017-18 માં પર્થ સ્કોર્ચર્સ માટે પણ રમી હતી, જ્યાં તેણે 14 મેચમાં કુલ 6 વિકેટ લીધી હતી.