2027નો વનડે વર્લ્ડ કપ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતીય સિલેક્ટર્સે આ ટુર્નામેન્ટ માટે 20 ખેલાડીઓને નક્કી કર્યા છે, જેમાંથી 15 ટીમના સભ્યોની પસંદગી કરવામાં આવશે.


આ 20 ખેલાડીઓમાંથી રિઝર્વ ઓપનરના સ્થાન માટે ત્રણ નામો સ્પર્ધામાં છે. જો બધું બરાબર રહ્યું, તો રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલ આ ટુર્નામેન્ટમાં ઈનિંગની શરૂઆત કરતા જોવા મળશે. પરંતુ જો રોહિત શર્મા ઈજાગ્રસ્ત થાય છે અથવા તેનું ફોર્મ ખૂબ જ ખરાબ થાય છે, તો તેનું સ્થાન કોણ લેશે તે એક મોટો સવાલ છે. આ રેસમાં 3 ખેલાડીઓ વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળી શકે છે.

રિઝર્વ ઓપનર રેસમાં 3 ખેલાડીઓ

2027ના વર્લ્ડકપ માટે રિઝર્વ ઓપનર માટેની સ્પર્ધા યશસ્વી જયસ્વાલ અને અભિષેક શર્મા વચ્ચે હોઈ શકે છે. અભિષેક શર્મા મુખ્યત્વે T20માં જોવા મળે છે, પરંતુ સાઉથ આફ્રિકાની પીચો પર તેની ઓલરાઉન્ડ ક્ષમતાઓ અને બેટિંગ કુશળતા તેને ODI વર્લ્ડકપ માટે પણ યોગ્ય બનાવે છે. પરંતુ તે યશસ્વી જયસ્વાલ સાથે સ્પર્ધા કરશે, જેને અત્યાર સુધી 4 ODI માં 57ની એવરેજથી 171 રન બનાવ્યા છે.

યશસ્વી જયસ્વાલ માટે એક મુશ્કેલ વિકલ્પ હશે. ઓપનિંગ માટે બીજો વિકલ્પ ઈશાન કિશન હોઈ શકે છે, જે રિઝર્વ વિકેટકીપર તરીકે સાઉથ આફ્રિકા જશે અને ઓપનિંગ પણ કરી શકે છે. ઈશાન કિશને બાંગ્લાદેશ સામેની ODIમાં બેવડી સદી ફટકારી હતી. વધુમાં T20 વર્લ્ડકપમાં તેના પ્રદર્શને તેને આ ભૂમિકા માટે મજબૂત દાવેદાર બનાવ્યો છે. હવે સવાલ એ છે કે સિલેક્ટર્સ શું વિચારે છે?

યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન વચ્ચે થશે સ્પર્ધા!

ODI વર્લ્ડકપમાં ખરી લડાઈ યશસ્વી જયસ્વાલ અને ઈશાન કિશન વચ્ચે હોઈ શકે છે. ઈશાન કિશનનું પલડું ભારે હોઈ શકે છે કારણ કે તે વિકેટકીપિંગ પણ કરે છે. અત્યાર સુધીમાં તેને 24 ODI ઈનિંગમાં 42.4ની એવરેજથી 933 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 102.19 છે, અને તેને 7 અડધી સદી અને 1 બેવડી સદી ફટકારી છે.

ODI વર્લ્ડકપ માટે ભારતની સંભવિત ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ ઐયર (વાઈસ કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, ઈશાન કિશન, અભિષેક શર્મા, રવિન્દ્ર જાડેજા, સંજુ સેમસન.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: