T20 વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં શરૂ થવાનો છે. ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની ભાગીદારીને લઈને હજુ પણ અનિશ્ચિતતા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં સ્પષ્ટતા કરવામાં આવી ન હતી કે પાકિસ્તાન ટીમ વર્લ્ડકપ માટે ભારત જશે કે નહીં.


મીડિયા રિપોર્ટ મુજબ PCB એ કિટ લોન્ચ ઈવેન્ટ રદ્દ કરી દીધી છે. ICC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ પાકિસ્તાન ટીમ આ વર્લ્ડકપ દરમિયાન તેની બધી મેચ શ્રીલંકામાં રમશે.

પાકિસ્તાનને બાંગ્લાદેશને કર્યો સપોર્ટ

ICC અને બાંગ્લાદેશ વચ્ચેના વિવાદમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાંગ્લાદેશની સાથે ઉભું રહ્યું છે. બાંગ્લાદેશને ICC વર્લ્ડકપ 2026માંથી પહેલાથી જ બહાર કરી દેવામાં આવ્યું છે અને જો પાકિસ્તાનનું વર્તન સુધરશે નહીં, તો ICC PCB સામે કડક કાર્યવાહી કરશે તેવી શક્યતા છે. આને લઈને ચેતવણી પહેલાથી જ જાહેર કરવામાં આવી છે.

પાકિસ્તાને સતત બાંગ્લાદેશની માગણીઓને સપોર્ટ કર્યો છે. પરંતુ અન્ય કોઈ ક્રિકેટ બોર્ડ બાંગ્લાદેશની સાથે ઉભું રહ્યું નથી. આ પહેલીવાર નથી જ્યારે ભારતની વાત આવે ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે અલગ રસ્તો પસંદ કર્યો હોય.


વર્લ્ડકપ માટે ટીમની થઈ ગઈ છે જાહેરાત

પાકિસ્તાને T20 વર્લ્ડકપ માટે 15 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી છે. આ વખતે ટીમ સલમાન અલી આગાની કેપ્ટનશીપ હેઠળ રમશે. પાકિસ્તાની ટીમને ભારત સાથે ગ્રુપ A માં રાખવામાં આવી છે અને 15 ફેબ્રુઆરીએ બંને ટીમો વચ્ચે એક હાઈ-વોલ્ટેજ મેચ રમાશે. ટીમ ઈન્ડિયા આ મેચ રમવા માટે શ્રીલંકા જશે.

T20 વર્લ્ડકપ 2026 માટે પાકિસ્તાનની ટીમ

સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર ઝમાન, મોહમ્મદ ખ્વાજા (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબઝાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર), ઉસ્માન તારિક.

આ પણ વાંચો: IND Vs NZ: ન્યુઝીલેન્ડે સતત ત્રણ હાર બાદ ટીમમાં ફેરફાર કર્યો, સ્ટાર ખેલાડીને મળી તક


  • Follow us on: