5 મેચની T20I સિરીઝની ચોથી મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે શરૂઆતથી જ ભારત પર દબાણ બનાવ્યું. કિવી ઓપનરોએ આક્રમક રીતે રન બનાવ્યા, પહેલી વિકેટ માટે શાનદાર સદીની પાર્ટનરશીપ કરી, જેના કારણે ભારતીય બોલરોને પ્રથમ 8 ઓવર સુધી સફળતા મળી ન હતી.


કુલદીપ યાદવે ભારતીય ટીમને પહેલી સફળતા અપાવી, રિંકુ સિંહની શાનદાર ફિલ્ડિંગને કારણે સારી રીતે સેટ થયેલા ડેવોન કોનવેને આઉટ કર્યો. આ સફળતાએ ન્યુઝીલેન્ડની ઈનિંગને અટકાવી દીધી અને ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી. ત્યારબાદ ન્યુઝીલેન્ડનો મિડલ ઓર્ડર ભારતીય બોલિંગના દબાણમાં વિખેરાઈ ગયો. કિવીઓએ 152 રન સુધી પહોંચતા પહેલા 5 વિકેટ ગુમાવી દીધી. આ દરમિયાન રિંકુ સિંહની પ્રભાવશાળી ફિલ્ડિંગ સ્પષ્ટ જોવા મળી.

એક પછી એક કેચ પકડ્યા શાનદાર કેચ

રિંકુએ પહેલા ઓપનર ટિમ સાઈફર્ટને આઉટ કરવા માટે શાનદાર કેચ લીધો, પછી ખતરનાક ગ્લેન ફિલિપ્સને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી. ત્યારબાદ તેને 18મી ઓવરમાં જેક ફોલ્ક્સને કેચ પકડીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું.

રિંકુ સિંહે આ મેચમાં 4 કેચ લઈને એક ખાસ સિદ્ધિ હાંસલ કરી. તે એક જ T20I મેચમાં 4 કેચ લેનાર બીજો ભારતીય ખેલાડી બન્યો. આ પ્રદર્શન સાથે તેને અજિંક્ય રહાણેના રેકોર્ડની બરાબરી કરી. રહાણેએ 7 સપ્ટેમ્બર, 2014 ના રોજ બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામેની T20I મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

T20I મેચમાં ભારતીય ફિલ્ડર દ્વારા સૌથી વધુ કેચ

અજિંક્ય રહાણે - ઈમગ્લેન્ડ વિ 4 કેચ (2014)

રિંકુ સિંહ - કેચ વિ ન્યુઝીલેન્ડ 4 કેચ (2026)

રોહિત શર્મા - સાઉથ આફ્રિકા વિ 3 કેચ (2012)

સુરેશ રૈના - સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 કેચ (2012)

રિંકુ સિંહની શાનદાર ફિલ્ડિંગ અને ભારતીય બોલિંગના વળતા પ્રહાર છતાં ન્યુઝીલેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા. ટિમ સાઈફર્ટે સૌથી વધુ 62 રન બનાવ્યા. ભારત તરફથી અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી.

આ પણ વાંચો: T20 World Cup 2026 પહેલા ઈટાલીએ સર્જ્યો મોટો અપસેટ, પૂર્ણ-સભ્ય ટીમ સામે મેળવી પહેલી જીત


  • Follow us on: