ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 સિરીઝ શરૂ થઈ ગઈ છે અને ફેન્સ રોહિત શર્મા અને વિરાટ કોહલીને યાદ કરી રહ્યા છે . બંનેએ બે વર્ષ પહેલાં T20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને તાજેતરમાં જ બંને સ્ટાર ખેલાડીઓ ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝમાં રમી રહ્યા હતા.
હાલમાં ODI સિરીઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા ફેન સુરક્ષા તોડીને રોહિત શર્મા પાસે પહોંચે છે. તેણે તેનો હાથ પણ પકડી લીધો છે, જેનાથી ભારતીય ક્રિકેટર હેરાન થઈ ગયો છે.
ODI ફોર્મેટમાં રમે છે રોહિત શર્મા
રોહિત શર્મા હવે ટીમ ઈન્ડિયા માટે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે. તે ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝનો ભાગ હતો. પરંતુ રોહિત ત્રણેય મેચમાં શાનદાર ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો. ઈન્દોરમાં ત્રીજી ODI હાર્યા બાદ ભારતે સિરીઝ ગુમાવી દીધી.
મહિલા ફેન સિક્યોરિટી તોડીને રોહિત પાસે પહોંચી
રોહિત શર્માના આ વાયરલ વીડિયોમાં એક મહિલા પોલીસ સુરક્ષા તોડીને ટાળીને રોહિત પાસે પહોંચે છે, જે તેને પકડવાનો પ્રયાસ કરે છે. તે માત્ર રોહિત પાસે જ નથી આવતી પણ તેનો હાથ પણ પકડી લે છે, ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓ તેને ખેંચી લે છે.
વાયરલ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મહિલા તેની પુત્રી માટે મદદ માગવા રોહિત શર્મા પાસે ગઈ હતી. મીડિયા રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ મહિલાની પુત્રી એક બીમારીથી પીડાઈ રહી છે અને તે રોહિત શર્મા પાસે મદદ માગવા ગઈ હતી.
રોહિત શર્માની વાત કરીએ તો ફેન્સ હવે તેને IPLમાં રમતા જોઈ શકશે, ત્યારબાદ જૂનમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે સિરીઝ રમાશે. પરંતુ શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, ટીમ ઈન્ડિયા ત્યારબાદ જુલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર એક ODI સિરીઝ રમશે. રોહિત આગામી જૂન-જુલાઈમાં ઈન્ટરનેશનલ મેચ રમશે.
આ પણ વાંચો: IND Vs NZ: T20I મેચ કેટલા વાગ્યે શરૂ થશે? જાણો સમગ્ર ડિટેલ્સ