ભારતના સ્ટાર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે દુનિયાના અન્ય કોઈ બેટ્સમેન ક્યારેય મેળવી શક્યા નથી. તેને લિસ્ટ A ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. તે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન માઈકલ બેવનનો રેકોર્ડ તોડવામાં સફળ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડે આ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.


લિસ્ટ A ક્રિકેટમાં ઋતુરાજ ગાયકવાડની એવરેજ હવે છે સૌથી વધુ

ઋતુરાજ ગાયકવાડ હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે. તેને જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. ઋતુરાજ ગાયકવાડે લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ એવરેજ હાંસલ કરી છે. ગુરુવારે જ્યારે તેને બીજી મેચ રમી ત્યારે તેની એવરેજ 58.83 પર પહોંચી ગઈ. તેને ફક્ત 95 મેચમાં આ રેકોર્ડ હાંસલ કર્યો. આ પહેલા લિસ્ટ A ક્રિકેટમાં આ રેકોર્ડ માઈકલ બેવનના નામે હતો. માઈકલ બેવને તેના કરિયરમાં કુલ 427 લિસ્ટ A મેચ રમી હતી અને તેની એવેરજ 57.86 હતી. આ પછી ઈંગ્લેન્ડના સેમ હેનનું નામ આવે છે. તેને 64 લિસ્ટ A મેચ રમ્યા પછી 57.76 ની એવરેજથી રન બનાવ્યા છે. પરંતુ સેમે 2023 પછી કોઈ ઈન્ટરનેશનલ મેચ રમી નથી.

માઈકલ બેવને લગભગ 22 વર્ષ પહેલા રચ્યો હતો ઈતિહાસ

માઈકલ બેવનને હજુ પણ તેના સમયનો એક મહાન ખેલાડી માનવામાં આવે છે. તેને 1994માં ડેબ્યૂ કર્યું હતું અને 2004માં તેમની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આનો અર્થ એ થયો કે તેમને નિવૃત્તિ લીધાને લગભગ 22 વર્ષ થઈ ગયા છે. લિસ્ટ A ક્રિકેટમાં ODI મેચોનો સમાવેશ થાય છે, પછી ભલે તે વન-ડે ઈન્ટરનેશનલ હોય કે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ મેચ.
ગોવા સામે ઋતુરાજ ગાયકવાડે સદી ફટકારી
વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર તરફથી ઋતુરાજ ગાયકવાડ રમી રહ્યો છે. ટીમ ગોવા સામે રમી રહી છે. પાંચમા નંબરે બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડે 131 બોલમાં 134 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેને પોતાની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા જ્યારે તે ભારત માટે વનડે રમ્યો હતો, ત્યારે તેને શાનદાર સદી ફટકારી હતી. તેમ છતાં તેને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝમાં તક આપવામાં આવી નથી. તે સતત પોતાની બેટિંગથી પોતાની છાપ છોડી રહ્યો છે.


  • Follow us on: