ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ અને સાઉથ આફ્રિકા અંડર-19 ક્રિકેટ ટીમ વચ્ચે 3 મેચની ODI સિરીઝ રમાઈ હતી. સિરીઝની અંતિમ મેચ 7 જાન્યુઆરીના રોજ રમાઈ હતી. ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને જીત મેળવી, સતત ત્રીજી જીત નોંધાવી અને સાઉથ આફ્રિકાને હરાવ્યું.
અંતિમ મેચમાં વૈભવ સૂર્યવંશીએ કેપ્ટનની ઈનિંગ રમી અને સદી ફટકારી. ભારતે સાઉથ આફ્રિકા સામે વિશાળ સ્કોર બનાવ્યો, મેચ 233 રનથી જીતી.
ભારતે 393 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટ ગુમાવીને 393 રન બનાવ્યા હતા. ઓપનર વૈભવ સૂર્યવંશીએ 171.62 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 74 બોલમાં 127 રનની ધમાકેદાર ઈનિંગ રમી. તેને 9 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા. તેના સાથી બેટ્સમેન એરોન જ્યોર્જે પણ તેને સાથ આપ્યો અને શાનદાર સદી ફટકારી. જ્યોર્જે 106 બોલમાં 118 રન બનાવ્યા, 111.32ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી.
એરોનની ઈનિંગમાં કુલ 16 ચોગ્ગા સામેલ છે. સ્થિર શરૂઆત પછી જ્યોર્જે ધીમે ધીમે ગતિ પકડી અને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્કોર તરફ દોરી ગયો. એરોન હાલમાં અંડર-19 ટીમ માટે સ્ટાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે, જે તેની ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે.
સાઉથ આફ્રિકા હારી ગયું
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની બેટિંગ ખરાબ રહી. તેમના ટોપ ક્રમના બેટ્સમેન નિષ્ફળ ગયા. જોરિચ વાન શાલ્કવિકે 5 બોલમાં 1 રન બનાવ્યો, જ્યારે અદનાન લગદીયને 12 બોલમાં 9 રન બનાવ્યા. વધુમાં લેથાબો ફાહલામોહલાકા કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો, જ્યારે કેપ્ટન મોહમ્મદ બુલબુલિયાએ 4 બોલમાં 4 રન બનાવ્યા.
ડેનિયલ બોસમેને પણ 60 બોલમાં 40 રન બનાવ્યા. પોલ જેમ્સે 49 બોલમાં 41 રન બનાવ્યા અને કોર્ન બોથા 39 બોલમાં 36 રન બનાવીને અણનમ રહ્યો. સાઉથ આફ્રિકા 35 ઓવરમાં 160 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ભારતે આ વિજય સાથે સિરીઝ ક્લીન સ્વીપ પૂર્ણ કરી.
આ પણ વાંચો: Amitabh Bachchan હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડને મળ્યા, વાયરલ થયો VIDEO