સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સચિને મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યાં તેમણે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 100 સદી ફટકારી અને 200 થી વધુ ટેસ્ટ મેચ રમી. સચિન માત્ર રેકોર્ડ્સમાં જ નહીં, પણ કમાણીમાં પણ ટોપ પર છે.

માસ્ટર બ્લાસ્ટરની નિવૃત્તિ પછી પણ કમાણી ચાલુ

ક્રિકેટને અલવિદા કહ્યાને માસ્ટર બ્લાસ્ટરને 13 વર્ષ વીતી ગયા હોવા છતાં તેમની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. વિશ્વમાં 100 સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન સચિનને આજે પણ BCCI દર મહિને 70 હજાર રૂપિયા પેન્શન આપે છે. 

સચિન તેંડુલકરની કમાણીના મુખ્ય સ્ત્રોત શું?

સચિન તેંડુલકરની કમાણીનો અસલી સ્ત્રોત જાહેરાતો અને બિઝનેસ છે. સચિને ઘણી મોટી કંપનીઓમાં રોકાણ કર્યું છે જ્યાંથી તેમને મોટું વળતર મળે છે. સચિનનો જલવો વર્ષ 1994માં જ દેખાવા લાગ્યો હતો. 16 વર્ષની ઉંમરે ડેબ્યુ કર્યા બાદ તેમણે 17 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. તે દરમિયાન તેઓ વિશ્વના શ્રેષ્ઠ બોલરોને હંફાવી રહ્યા હતા.

સચિન તેંડુલકરનો રેકોર્ડ કરિયર અને કમાણી ઉછાળો

વર્ષ 1989 અને 1994 ની વચ્ચે માસ્ટર બ્લાસ્ટર કુલ 35 ટેસ્ટ મેચ અને 90 વનડે રમી ચૂક્યા હતા, જેમાં તેમણે અનુક્રમે 2425 અને 2768 રન બનાવ્યા હતા. તેમના નામે 11 સદી હતી. આ દરમિયાન મેદાનની બહાર પણ સચિન સ્પોર્ટ્સ માર્કેટિંગમાં રેકોર્ડ તોડી રહ્યા હતા. 1995માં પોતાના લગ્નના થોડા સમય બાદ તેમણે વર્લ્ડટેલ સાથે 30 કરોડનો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો, જે એક રેકોર્ડ ડીલ હતી. આ ડીલે ભારતમાં સ્પોર્ટ્સ એન્ડોર્સમેન્ટને બદલી નાખ્યું અને તેમને દેશના સૌથી વધુ કમાણી કરનારા એથ્લેટ્સમાંના એક બનાવી દીધા.

સચિનની નેટવર્થ કેટલી છે?

રિપોર્ટ્સ મુજબ, આજે સચિનની કુલ સંપત્તિ લગભગ 1472 કરોડ રૂપિયા છે. ક્રિકેટમાંથી તો તેમણે પુષ્કળ કમાણી કરી જ છે, હવે દર મહિને જાહેરાતો દ્વારા તેઓ કરોડો કમાઈ રહ્યા છે. ફક્ત બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા સચિન વર્ષના 20-22 કરોડ રૂપિયા કમાય છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમનાર સચિન હવે ટીમના મેન્ટર છે. આ સિવાય તેમણે ઘણા સ્ટાર્ટઅપ્સ અને કંપનીઓમાં પૈસા રોક્યા છે. મુંબઈ-બેંગલુરુમાં 'તેંડુલકર્સ' નામે તેમની રેસ્ટોરન્ટ્સ પણ છે.

આલીશાન બંગલામાં રહે છે સચિન

સચિન પાસે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ત્રણ માળનો બંગલો છે, જેમાં તેઓ રહે છે. મુંબઈમાં જ તેમનો 8 કરોડનો એક ફ્લેટ પણ છે. કેરળમાં પણ તેમની 78 કરોડની પ્રોપર્ટી હોવાનું કહેવાય છે.

ગાડીઓના શોખીન છે સચિન

તેમની પાસે Ferrari 360 Modena છે જેની કિંમત 2 કરોડ છે. આ સિવાય Nissan GT-R અને BMW 750 જેવી લક્ઝરી ગાડીઓ પણ છે. હાલમાં સચિન બેંક ઓફ બરોડા, હેવેલ્સ, સ્પિની, એપોલો ટાયર્સ, લ્યુમિનસ જેવી બ્રાન્ડ્સની જાહેરાતો કરે છે.

આ પણ વાંચો- Cricketના ભગવાન સચિન તેંડુલકરના આ વર્લ્ડ રેકોર્ડ્સ... જેને 100 વર્ષ સુધી પણ તોડવા લગભગ અશક્ય!

  • Follow us on: