ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણા રન બનાવનાર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. અર્જુન તેંડુલકરની સગાઈ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ છે.
ઘાઈ પરિવાર મુંબઈનો એક મોટો અને ફેમસ બિઝનેસ પરિવાર છે. તેઓ ઈન્ટરકોન્ટિનેન્ટલ મરીન ડ્રાઈવ હોટેલ અને બ્રુકલિન ક્રીમરી (લો-કેલરી આઈસ્ક્રીમ બ્રાન્ડ) ના માલિક છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં હતો સામેલ
IPL 2025 માં અર્જુન તેંડુલકરનું પ્રદર્શન ખૂબ જ મર્યાદિત રહ્યું કારણ કે તેને આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. મુંબઈ ઈન્ડિયન્સે તેને મેગા ઓક્શનમાં 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર રિટેન કર્યો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો ન હતો. આ કારણે તેના નામે કોઈ રન, વિકેટ કે અન્ય કોઈ રેકોર્ડ બની શક્યા નહીં અને તેની આખી સીઝન બેન્ચ પર વિતાવી.
અર્જુન તેંડુલકરે અત્યાર સુધીમાં 17 ફર્સ્ટ ક્લાસ, 18 લિસ્ટ-A અને 24 T20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ મેચોમાં અર્જુને 33.51 ની એવરેજથી 37 વિકેટ લીધી છે. જ્યારે તેને 23.13 ની એવરેજથી 532 રન બનાવ્યા છે. લિસ્ટ-A ક્રિકેટમાં અર્જુનના નામે 31.1ની એવરેજથી 25 વિકેટ અને 17ની એવરેજથી 102 રન છે.
અર્જુન તેંડુલકરનો IPLમાં કેવો છે રેકોર્ડ?
T20 ક્રિકેટમાં 25 વર્ષના અર્જુન તેંડુલકરે 25.07ની એવરેજથી 27 વિકેટ લીધી છે. તેને 13.22 ની એવરેજથી 119 રન પણ બનાવ્યા છે. અર્જુન ઘરેલુ ક્રિકેટમાં ગોવા ટીમનો ભાગ છે. આ પહેલા તે મુંબઈ માટે રમતો હતો. અર્જુને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં તેના નામે 3 વિકેટ અને 13 રન છે.
સચિન તેંડુલકરના લગ્ન 24 મે 1995 ના રોજ અંજલિ તેંડુલકર સાથે થયા હતા, જે સચિન કરતા 6 વર્ષ મોટી છે. અંજલિ વ્યવસાયે બાળરોગ નિષ્ણાત છે. સચિન-અંજલિની પ્રિય પુત્રી સારા તેંડુલકરનો જન્મ 12 ઓક્ટોબર 1997 ના રોજ થયો હતો. ત્યારબાદ 24 સપ્ટેમ્બર 1999 ના રોજ, બંનેએ તેમના પુત્ર અર્જુનનું આ દુનિયામાં સ્વાગત કર્યું.
સગાઈની થઈ નથી કોઈ સત્તાવાર પુષ્ટિ
સોશિયલ મીડિયા પર અર્જુન તેંડુલકરની સગાઈના સમાચાર તેજ થઈ ગયા છે. ચારે બાજુ ચર્ચા થઈ રહી છે, પરંતુ બંને પરિવારો દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.